GSTV
India News ટોપ સ્ટોરી

મોટી દુર્ઘટના/ જમ્મુ-કાશ્મીરમાં ITBP જવાનોની બસ ખીણમાં ખાબકી : 6 જવાન શહીદ, 32 ઘાયલ

જવાનો

જમ્મુ-કાશ્મીરના ચંદનવાડીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં અમરનાથ યાત્રા ડ્યુટીમાં તૈનાત ITBP જવાનોને લઈને જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. બચાવ કામગીરી ચાલુ છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6 જવાન શહીદ થયા છે અને 32 ઘાયલ થયા છે.

ITBP જવાનોને લઈને બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખીણમાં ખાબકી હતી. આ બસમાં 39 જવાનો હતા. જેમાંથી 37 જવાન આઈટીબીપીના હતા જ્યારે 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.

જવાનો

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે માહિતી આપી છે કે બસમાં કુલ 39 કર્મચારી હતા, જેમાંથી 37 આઈટીબીપીના અને 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.

જવાનો

બસની બ્રેક ફેલ થયા બાદ તે રોડ કિનારે નદી કિનારે પડી હતી. સૈનિકો ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા. જાનહાનિ થવાની આશંકા છે. વધુ માહિતી આવવાની બાકી છે.

Read Also

Related posts

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

શિવસેનાએ ઇ.ડી, સી.બી.આઇને પીએફઆઇ કરતાં પણ ખરાબ ગણાવ્યું, ભાજપને ચેતવણી આપી, ‘વંદે માતરમ’ પર પણ પૂછ્યા સવાલ

Hemal Vegda
GSTV