GSTV
Gujarat Government Advertisement

આકાશમાંથી વરસસે હજુ વધુ આગ, ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ

Last Updated on May 30, 2019 by

દેશની રાજધાની દિલ્લી સહિત દેશના ઘણા દેશોમાં ભીષણ ગરમીનો પ્રકોપ ચાલુ છે. હવામાન ખાતાએ કહ્યું છે કે, લૂના પ્રકોપને જોતાં હજી આગલા ત્રણ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાનની જાણકારી અનુસાર રાજસ્થાનના ચુરુનું તાપમાન 47.3 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું. તેલંગણામાં મંગળવારે 47.2 તાપમાન નોંધાયું હતું.

દિલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે આગળના ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. હજુ 48થી 72 કલાકમાં તાપમાન 46 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. તે ઉપરાંત રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઓડિશા, હરિયાણા, પંજાબમાં લૂનું પ્રમાણ વધુ રહેશે. બીજા રાજ્યોમાં તાપમાન સામાન્ય રહેશે.

અને રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં ગરમીમાં વધારો થઈ શકે છે. મોસમ વિભાગે લોકોને સચેત રહેવા માટે કેટલાક રંગોનું એલર્ટ જણાવ્યું છે. જેમાં ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ. આ એલર્ટનું ઘણું મહત્વ છે. યલો એલર્ટનો અર્થ મોસમથી અપડેટ રહો અને તેના પર નજર રાખતા રહો.

ઓરેન્જ એલર્ટનો અર્થ વિષમ પરિસ્થિતિ માટે તૈયાર રહો, અને રેડ એલર્ટનો મતલબ સ્થિતિ ખરાબ છે અને બચાવ માટે જરૂરી પગલાં લેવાં. ગ્રીન એટલે કે બધું સામાન્ય છે. દેશમાં અત્યાર સુધી ગરમી અને લૂના કારણે 54 લોકો મૃત્યુ પામ્યા છે. તેલંગણામાં 40 લોકોનું મૃત્યુ થયું છે જ્યારે આંધ્રપ્રદેશમાં 14 લોકો મૃત્યુ પામ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

pratik shah

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Pritesh Mehta

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!