GSTV
India News Trending

બર્નિંગ બસ : કટરાથી જમ્મુ જઈ રહેલી બસમાં ધડાકો, 4નાં મોત અને 20 મુસાફરો દાઝ્યા, 3ની હાલત અતિ ગંભીર

જમ્મુમાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો જ્યારે કટરાથી જમ્મુ જઈ રહેલી બસમાં ધડાકો થયા બાદ આગ લાગી. આ અકસ્માત થયો ત્યારે બસમાં 24 મુસાફરો હતા, જેમાંથી 4 લોકોના મોત થયા છે. આગને કારણે 20 મુસાફરો દાઝી ગયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ અને ગંભીર રીતે સળગેલા મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. બસમાં આગ કેવી રીતે લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ મળી નથી. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે બપોરે કટરાથી જમ્મુ જઈ રહેલી લોકલ બસ નંબર JK 14-1831માં આગ લાગી હતી.

મુસાફરોએ જણાવ્યું કે બસ કટરાથી 1.5 કિમી દૂર ખરમાલ પાસે પહોંચી હતી, જ્યારે બસમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો. બસના એન્જીનમાં આ વિસ્ફોટ સંભળાયો, ત્યારબાદ આખી બસમાં આગ લાગી ગઈ. આખી બસમાં આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે મુસાફરોને બહાર નીકળવાની તક મળી ન હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

READ ALSO

Related posts

Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર

Damini Patel

પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા

Karan

ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

Hemal Vegda
GSTV