દુનિયામાં બુર્જ ખલીફા સૌથી ઉંચી ઈમારત છે. આખી દુનિયામાંથી આવનારા ટૂરિસ્ટ ખાસ કરીને તેને જોવા દુબઈ જાય છે. લગ્ઝરીના મામલામાં તેનો કોઈ મુકાબલો નથી. જ્યારે તેના ટૉપ ફ્લોર પરથી જોરદાર દ્રશ્યો જોવા મળે છે. પણ હવે બુર્જ ખલીફાની ચારે બાજુનો નજારો વધારે શાનદાર થવાનો છે.

આ ઈમારતની ચારેબાજુ એક વિશાળકાય રિંગ બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. આ અદ્ભૂત ઢાંચાની તસ્વીરો દરેક વ્યક્તિને હેરાન કરી રહી છે. આ રિંગ 550 મીટર ઉંચી હશે. તેનું નામ રાખવામાં આવ્યું છે ડાઉનટાઉન સર્કલ.બુર્જ ખલીફાની આસપાસ એક વિશાળકાય રીંગ બનાવવામાં આવશે. આ રિંગનો પરિઘ 3 કિલોમીટર લાંબો હશે. તેની ઉંચાઈ લગભગ અડધો કિલોમીટર એટલે કે 550 મીટર હશે.

ડાઉનટાઉન સર્કલમાં સ્કાયપાર્ક બનાવવાની પણ યોજના છે. આમાં આવનારા પ્રવાસીઓને ઘણો સારો અનુભવ મળશે. આમાં ક્લાઈમેટ અને કુદરતી દ્રશ્યોને રીક્રિએટ કરવામાં આવશે. આમાં વૉટરફૉલ્સ, સેન્ડ ડ્યૂન્સ, વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડ અને ડિજિટલ ગુફાઓ પણ જોવા મળશે.

આ રીંગને નાના એકમોમાં વહેંચવામાં આવશે. Znera Spaceના જણાવ્યા અનુસાર, પબ્લિક સ્પેસ, કલ્ચરલ સ્પેસ અને કોમર્શિયલ સ્પેસ સિવાય તેમાં ઘરો પણ હશે. આ ઢાંચાને બનાવવા માટે તેની પાછળનો ઉદ્દેશ્ય હાઈપર એફિશિએન્ટ અર્બન સિટી બનાવવાનું છે, જેથી એનવાયરમેન્ટ પણ ઠીક રહે.
તેની ડિઝાઇનની કલ્પના આર્કિટેક્ચરલ કંપની Znera Spaceએ તૈયાર કરી છે. તેની ડિઝાઇનની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બુર્જ ખલીફાની ચારેબાજુ ફેલાયેલા ડાઉનટાઉનની ડિઝાઇનને નાજમસ ચૌધરી અને નિલ્સ રેમેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ ઢાંચાના આઈડિયાની કહાની પણ જરા હટકે છે. જ્યારે દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી હતી, તે સમયે ડિઝાઈનરને તેનો ખ્યાલ આવ્યો. ડિઝાઈનરના મનમાં લોકોના રહેવાની સ્ટાઈલ બદલવાનો વિચાર આવ્યો. ઘણો સમય લગાવ્યા બાદ તેની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.
READ ALSO
- વાહ રે વહીવટી તંત્ર! અમદાવાદના બિસ્માર રસ્તા-ભૂવાની ચિંતા છોડી 192 કોર્પોરટરો સ્ટડીટૂરના નામે કાશ્મીર સહિતના લોકેશન પર જઈ માણશે આનંદ
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’