GSTV

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

અમેરિકાની મલ્ટીનેશનલ ફાસ્ટ ફૂડ ચેન બર્ગર કિંગ પોતાના એક ટ્વીટના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બનેલું છે. બર્ગર કિંગે હાલમાં જ બ્રિટેનના પ્રિંસ હેરી અને મેગન મર્કેલને જોબ ઓફર આપી છે. જ્યાર બાદથી જ ટ્વિટર પર ઘણા યુઝર કમેન્ટ્સ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે ગયા પોતાને રાજ પરિવારના વરિષ્ઠ સદસ્યોની ભુમિકાથી અલગ કરી દીધો હતો અને હવે આર્થિક રૂપથી આત્મનિર્ભર બનવા માંગે છે. ત્યાર બાદ 14 જાન્યુઆરીએ બર્ગર કિંગે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કરતા લખ્યું, @ હેરી ‘આ શાહી પરિવાર પાર્ટ ટાઈમ જોબ આપે છે.’ આ જ શાહી પરિવારનો મતલબ ‘બર્ગર કિંગ’ સાથે છે. બર્ગર કિંગના આ ટ્વીટ બાદથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ તેને રિટ્વીટ કરવાનું શરૂ કરી દીધું છે.

બર્ગર ક્લબના આ ટ્વીટને 1400થી વધુ વખત રિટ્વીટ કરવામાં આવી રહ્યો છે ત્યાં 6000થી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. બર્ગર કિંગે આ ટ્વીટ પર ટિપ્પણી કરતા કહ્યું એક વ્યક્તિએ લખ્યું, આ ફૂડ ચેને ઈન્ટરનેટ પર લોકોનું દિલ જીતી લીધું. બર્ગર કિંગની અર્જનટીનાની બ્રાન્ચે ગયા અઠવાડિયે ટ્વીટ કરતા લખ્યું હતું. ‘ડ્યુક તમે પોતાની પહેલી નોકરી પોતાના ક્રાઉનને ગુમાવ્યા વગર કરી શકો છો.’

ત્યાં જ પોતાના અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું, જો તમે નોકરી શોધી રહ્યા છો તો આપણી આસપાસ તમારી માટે એક નવું ક્રાઉન છે. મહારાણી એલિઝાબેથે પોતે પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગનના અધિક સ્વતંત્ર ભવિષ્પની કામના કરતા તેમને આશીર્વાદ આપ્યો. તેમણે જણાવ્યું, ‘મારો પરિવાર અને હું, હેરી અને મેગનની યંગ ફેમિલીની રીતે એક નવું જીવન જીવવા માટેની ઈચ્છાનું સમર્થન કરીએ છીએ.’

કથિત રીતે પ્રિન્સ હેરી આ અઠવાડીયાના અંતમાં કેનેડાની ઉડાન ભરવા અને મેગનની પાસે પરત ફરવાની યોજના બનાવી રહ્યા છે. જણાવી દઈએ કે બન્ને દ્વારા બ્રિટિશ રાજશાહી છોડવાની ઘોષણા બાદ મેગન ફરી કેનેડા જતી રહી હતી.  

Read Also

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!