GSTV
Gujarat Government Advertisement

કોર્પોરેટ્સ પર સરકાર મહેરબાન: ટેક્સના બોજાએ પરિવારોની કમર ભાંગી નાંખી, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Last Updated on June 9, 2021 by Zainul Ansari

કરનો ભાર દેશના પરિવારો પર પડી રહ્યો છે. રેટિંગ એજન્સી મુજબ કરવેરા ખાસ કરીને ઇનડાયરેક્ટ ટેક્સ લોકોને વપરાશ પર વધુ ખર્ચ કરતા અટકાવી રહ્યો છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ઘણા આશ્ચર્યજનક આંકડા બહાર આવ્યા છે.

ભારત રેટિંગ્સનો સર્વે

રેટિંગ એજન્સી અનુસાર દેશના કોર્પોરેટ્સને આવકવેરામાં મુક્તિ આપવામાં આવે છે, પરંતુ આવું એવા પરિવારો માટે નથી કરાતું, જે સતત વધી રહેલા કરનો બોજો ઉઠાવી રહ્યા છે અને ટેક્સ ચુકવી રહ્યા છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે ચેતવણી આપી છે કે ઘરેલું ટેક્સના બોજાના કારણે વપરાશની રિવકવરીમાં વિલંબ થઇ શકે છે. એજન્સી અનુસાર મહામારી પહેલા ઇંધણની એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થકી આડકતરી વેરામાં વધારો અને સંક્રમણની બીજા મોજી લહેરની અસર પડી છે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, પરિવારો પર બોજો વધ્યો

નાણાકિય વર્ષ 2010માં પરિવારો પર કુલ ટેક્સના બોજાનો હિસ્સો 60 ટકાથી 75 ટકા થઇ ગયો છે. રિપોર્ટ મુજબ આ મુખ્ય રીતે ઇંધણ પર ઊંચી એક્સાઇઝ ડ્યૂટી અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાના કારણે હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે રોજગારના પ્રોત્સાહન આપવા અને સીધા વિદેશી રોકાણને આકર્ષવા માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. અને તેને કાયદેસરના પરિવર્તન તરીકે ઓળખાતા આ પગલાને સમર્થન આપ્યું છે, કારણ કે તેણ આપણી નિકાસને અપ્રતિસ્પર્ધી બનાવી દીધુ.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ

રેટિંગ એજન્સીના અહેવાલ મુજબ તાજેતરમાં પરિવાર પરના કરનો બોજ, ખાસ કરીને પરોક્ષ કર નોંધપાત્ર રીતે ખરાબ થયો છે. તેમા કહેવામાં આવ્યું છે કે એક્સાઇઝ ડ્યુટીમાં વધારાને પગલે પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને ઘરેલુ બજેટને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને રીતે રીતે અસર પહોંચી છે. જ્યારે આપણા પર કોરોનાની માર પડી, તેના પહેલા જ વપરાશ ઓછો થઈ રહ્યો હતો. નોકરી અને પગારમાં ઘટાડાએ કોરોના મહામારી દરમિયાન વધેલા ખર્ચની અસરને બમણી કરી દીધી.

TDS

રેટિંગ એજન્સીએ આપી ચેતવણી

રેટિંગ એજન્સીએ 2,000 બિન-નાણાકિય કોર્પોરેટ્સમાં પગાર વૃદ્ધિનું વિશ્લેષણ કર્યુ, જેનાથી જાણવા મળ્યું કે 60 ટકા કોર્પોરેટ્સે નાણાકિય વર્ષ 2021માં કર્મચારીઓ પર ખર્ચ ઓછી કરી દીધો હતો અને નુકશાનની વસૂલાતની સંભાવના નથી. રેટિંગ એજન્સીએ ચેતવણી આપી છે કે મધ્યમ અવધિમાં સેલરી ગ્રોથમાં ઘટાડાનું જોખમ વપરાશ અને માંગમાં સુધારને સીમિત કરી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સારવાર / 60 હજારના ઈન્જેક્શનની કમાલ, કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ધરમૂળથી નાબુદ, 24 કલાકમાં લક્ષણ પણ ગુમ

Harshad Patel

તણાવ / ચીનની લુચ્ચાઈને પગલે લદ્દાખમાં ભારતે 50 હજારથી વધુ જવાનોને તૈનાત કર્યા, કરી રહ્યું છે આ આડોડાઈ

Dhruv Brahmbhatt

તેજસ્વીને CM બનવામાં મદદ કરો, તમે દિલ્હી સંભાળો’, LJPમાં ભંગાણ બાદ ચિરાગને લોટરી લાગી, આ પાર્ટીઓએ કરી ઓફર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!