GSTV

બુંદેલખંડમાં કરાઈ સ્ટ્રોબેરીની ખેતી, યોગી આદિત્યનાથે ખેડૂતોને સ્ટ્રોબેરીની ખેતી માટે આપી પ્રેરણા

સ્ટ્રોબેરી
હવે બુંદેલખંડમાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી રહી છે. આનાથી આ વિસ્તારના દેખાવમાં ફેરફાર થવાની અપેક્ષા છે. સરકાર સ્ટ્રોબેરીની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. આ હેતુથી ઉત્તર પ્રદેશ સરકારે ઝાંસીમાં સ્ટ્રોબેરી ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ ઉત્સવ 17 જાન્યુઆરીએ શરૂ થયો હતો. તે 16 ફેબ્રુઆરી સુધી ચાલશે.
 

ગુરલીને શરૂ કરી હતી સ્ટ્રોબેરીની ખેતી

ઝાંસીના રહેવાસી ગુરલીન ચાવલાએ પ્રાયોગિક ધોરણે સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી હતી. પૂનાની પ્રતિષ્ઠિત લો કોલેજમાંથી એલએલબીનો અભ્યાસ કરતી ગુરલીનને લોકડાઉનના કારણે ઝાંસી આવવું પડ્યું હતું. સ્ટ્રોબેરી ખાવાના શોખીન, ગુરલીને તેના ઘરના વાસણોમાં સ્ટ્રોબેરીના છોડ રોપ્યા. સારા પરિણામ મળ્યા બાદ તેણે પિતાના ફાર્મ હાઉસ પર દોઢ એકર વિસ્તારમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી.
 
આસપાસના લોકો પણ ગુરલીનના આ પ્રયોગમાં રસ લેતા થયા. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ વિશેની માહિતી મળી ત્યારે તેમણે બુંદેલખંડના ખેડૂતોને સ્ટ્રોબેરીની ખેતી કરવા પ્રેરણા આપી. ગુરલીને જણાવ્યું કે ઝાંસીમાં સ્ટ્રોબેરી ખાવા મળતી નહોતી. હવે આ વિસ્તારમાં તેની કોઈ અછત નથી.
 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, "બુંદેલખંડમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન કોઈ ચમત્કારથી ઓછું નથી." સ્ટ્રોબેરીની ખેતી હવે બુંદેલખંડને નવી ઓળખ આપશે. અહીંથી લોકોનું સ્થળાંતર અટકશે.
 
ઝાંસી જિલ્લા કલેક્ટર આન્દ્રા વાંસીના જણાવ્યા અનુસાર, સ્ટ્રોબેરી વાવેતર દ્વારા ખેડૂતોને સારી આવક મળી શકે છે. લોકોને ઝાંસી સહિત બુંદેલખંડમાં તેની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. વામસી અનુસાર,  સ્ટ્રોબેરી ફેસ્ટિવલ દરમ્યાન વર્કશોપ યોજાશે અને લોકોને સ્ટ્રોબેરીની ખેતી વિશે જણાવવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર લોકોને સ્ટ્રોબેરી પ્લાન્ટ પણ આપશે.

READ ALSO

Related posts

ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન

Karan

ખેડૂતો માટે સારા સમાચાર/ હવે આ ખેતી પર અડધા પૈસા સરકાર આપશે, લાખો કમાવવાનો અવસર

Mansi Patel

સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!