GSTV
Gujarat Government Advertisement

ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજના મતે બુમરાહ આ સિરીઝનો મહત્વનો બોલર બની રહેશે

Last Updated on December 15, 2020 by Ankita Trada

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ પર સમગ્ર ક્રિકેટજગતનું ધ્યાન રહેશે કેમ કે વિશ્વની બે સૌથી મજબૂત ટીમો સામસામે રમનારી છે. ખાસ કરીને કોરોના કાળ બાદ પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા વચ્ચે આ સિરીઝ રમાઈ રહી છે તેથી દર વખત કરતાં આ વખતે તેનું આકર્ષણ વધી ગયું છે. બંને દેશના ક્રિકેટ એક્સપર્ટ વિવિધ અટકળો કરી રહ્યા છે તેવામાં ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન એલન બોર્ડરનું માનવું છે કે સંપૂર્ણ ફિટ થઈ ગયેલો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ મહત્વપૂર્ણ ખેલાડી બની રહેશે. ભારતીય ટીમની સફળતાનો આધાર પણ બુમરાહ જ રહેશે.

પિંક બોલથી ટેસ્ટ રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટની સિરીઝની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી એડિલેડ ખાતે શરૂ થશે. આ મેચ ડે-નાઇટ રહેશે. આમ બંને ટીમ વચ્ચે પહેલી વાર ફ્લડલાઇટ હેઠળ પિંક બોલથી ટેસ્ટ રમાશે. જસપ્રિત બુમરાહના પોતે મોટા ફેન છે તેમ કહીને એલન બોર્ડરે જણાવ્યું હતું કે બંને ટીમ વચ્ચે મોટો તફાવત સર્જવાની બુમરાહમાં ક્ષમતા છે. હું બુમરાહનો મોટો ફેન છું. તે અત્યારે ફિટ થઈ ગયો છે અને તે ફિટ રહેશે તો મને વિશ્વાસ છે કે તે ભારત માટે ઘણી સફળતા હાંસલ કરી શકે તેમ છે. મને તેના વિશે ચિંતા હતી કેમ કે ઓસ્ટ્રેલિયાની પિચો પર તમે બાઉન્સ પણ મેળવી શકો છો અને સાઇડ મૂવમેન્ટ પણ મળતી હોય છે.

ટેસ્ટ રન કરનારા બેટ્સમેને ઉમેર્યું

ભારત માટે કહી શકાય કે જો તેઓ જીતવા માગતા હોય તો બુમરાહ પર વધારે મદાર રહેશે. તેનું ફોર્મ મહત્વપૂર્ણ રહેશે. ગઈ વખતની સિરીઝની માફક આ વખતે જો તે ચાલ્યો અને મહત્વની વિકેટો ખેરવી તો મને ચોક્કસ ખાતરી છે કે તે બંને ટીમો વચ્ચે મોટો તફાવત સર્જી દેશે તેમ ઓસ્ટ્રેલિયા માટે 11 હજારથી વધારે ટેસ્ટ રન કરનારા બેટ્સમેને ઉમેર્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!