GSTV

બમ્પર કમાણીની તક/ નોકરી-ધંધાનો વિચાર પડતો મૂકી કરો મોતીની ખેતી, બસ કરવું પડશે આ કામ

મોતીની ખેતી. આશ્વર્યચકિત ન થાવ! કારણ કે, ખેતી માત્ર ઘઉં, ધાન અને ફળ-શાકભાજીની જ થતી નથી. ખેતી મોતીની પણ ખાય છે. જેને તમે હાર અને શૃંગારમાં વપરાશ કરો છો. આ ખેતી વિશે ભારસ સરકારના એક પુસ્તક ‘101 Success Stories to Double the Income of Farmers’ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તરમાં મોતીની ખેતી કરનાર ભાર્ગવભાઈ દેસાઈ વિશે જણાવવામાં આવ્યું છે.

મોતી ઉત્પાદનની ટ્રેનિંગ પ્રાપ્ત કરી

ભાર્ગવભાઈ ગુજરાતમાં નવસારી જિલ્લાના રહેવાસી છે. ચિખલી પ્રખંડના તાલાવચોરા ગામના રહેવાસી ભાર્ગવભાઈ શરૂથી જ કંઈક નવુ કરવા પર જોર આપતા રહ્યા છે. તેમનું માનવું રહ્યું છે કે, કંઈક અલગ વિચારવા અને કરવાથી સફળતાની કંઈક અલગ જ મજા છે. આ થિયરી પર આગળ વધતા તેમણે પારંપરિક ખેતીથી ખુદને અલગ કરતા મોતીની ખેતી પર ધ્યાન આપ્યું. મોતીની ખેતી માટે ખાસ ટ્રેનિંગની જરૂરિયાત હતી. તેથી ભાર્ગવભાઈએ સેંટ્રલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ફ્રેશવોટર એગ્રીકલ્ચરથી પર્લ પ્રોડક્શન એટલે કે, મોતી ઉત્પાદનની ટ્રેનિંગ પ્રાપ્ત કરી. આ ઈંસ્ટીટ્યીટ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં છે. આ ઈંસ્ટીટ્યૂટ તાજા પાણીના ઓએસ્ટરની ખેતી વિશે ટ્રેનિંગ આપે છે.

ગુજરાતમાં મોતીની ખેતી

પર્લ ઈંસ્ટીટ્યૂટથી ટ્રેનિંગ લઈને ગુજરાત પરત ફરેલ ભાર્ગવભાઈએ 2 હેક્ટરમાં એક તળાવ ખોદ્યુ અને ઓએસ્ટર ઉગાડવાનું શરૂ કરી દીધું. તેથી ઓએસ્ટરની અંદરથી મોતી નીકળે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિથી શરૂ કરવામાં આવી છે. સાધારણ મોતીની માગ બજારમાં એટલી વધારે નથી. જેટલી ડિઝાઈનર મોતીની માગ છે. તે માટે ભાર્ગવભાઈએ ઓએસ્ટર વધવાના ક્રમમાં જ તેની અંદર અલગ-અલગ ડિઝાઈન અને આકારના સજાવટી ફોટો નાખી દીધા. તેનાથી સાધારણ મોતીની કિંમત 500 રૂપિયાથી વધીને 5 હજાર સુધી પહોંચી ગઈ.

કલ્ચર્ડ પર્લનું ઉત્પાદન કર્યું

ભાર્ગવભાઈએ આ મોતીઓથી જ્વેલરી સિવાય આકર્ષિત ડિઝાઈનની મૂર્તિઓ પણ બનાવી. ભગવાન ગણેશ, સાંઈબાબા, ઈસાઈ અને ઈસ્લામ સાથે જોડાયેલ ધાર્મિક પ્રતીક ચિન્હ અને ડિઝાઈન બનાવ્યા. આ ડિઝાઈનો અને મૂર્તિઓમાં મોતીઓનો પણ વપરાશ કરવામાં આવ્યો છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે, કલ્ચર્ડ પર્લ્સ (ઉગાડવામાં આવેલ મોતી)માં ચમક વધારે હોય છે. તેની સુંદરતા પ્રાકૃતિક મોતીથી વધારે હોય છે અને જોવામાં પણ ખૂબ સુંદર લાગે છે. પ્રાકૃતિક મોતીનો આકાર ઘણી વખત એટલો સારો હોતો નથી. જેમ કે, કલ્ચર્ડ મોતીમાં જોવામાં આવે છે. ભાર્ગવભાઈએ તેનો ફાયદો ઉઠાવ્યો અને તેમને 1 હેક્ટર તળાવમાં 10 હજારથી 12 હજારના લગભગ કલ્ચર્ડ પર્લનું ઉત્પાદન કર્યું.

મોતીથી કમાણી

વર્ષ 2006માં ભાર્ગવભાઈને પોતાના તળાવમાં 2 પ્રાકૃતિક મોતી મળ્યા. જેની સાઈઝ 48 કેરેટ હતી. હળવી સફેદીની સાથે ગુલાબી રંગના આ મોતીઓને બહરીનની સંસ્થા ‘દ જેમ એન્ડ પર્લ ટેસ્ટિંગ લેબોરેટરી’ પાસેથી માન્યતા મળી હતી. આ મોતીની બજાર કિંમત 300 થી 400 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે. મોતીની ખેતીની સાથે ભાર્ગવભાઈ પોતાના તળાવમાં માછલીઓનું પાલન કરે છે. પ્રતિ હેક્ટર તળાવમાં તેમને 2 ટન માછલીઓ પ્રાપ્ત થાય છે. તેનાથી બજારમાં તેમને સારો નફો મળી જાય છે.

આધુનિક ખેતીથી વધારે કમાણી

ભાર્ગવભાઈએ પરંપરાગત અને આધુનિક બંને રીતથી મોતીની ખેતી કરી. પરંપરાગત ખેતીની સરખામણીમાં તેમને આધુનિક ટેકનીકથી ઘણું વધારે ઉત્પાદન મળ્યું અને લાખો રૂપિયાની કમાણી પણ થઈ. પરંપરાગત ખેતીમાં પ્રતિ હેક્ટર 50 થી 200 મોતીઓનું ઉત્પાદન થયું. જ્યારે આધુનિક ટેકનીકથી પ્રતિ હેક્ટર 10 હજારથી 12 હજાર સુધી મોતિઓનું ઉત્પાદન થયું.

ખર્ચ પ્રતિ હેક્ટર 17.50 લાખ રૂપિયા

જો ખર્ચની વાત કરીએ તો પરંપરાગત ખેતીમાં પ્રતિ હેક્ટર 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો. જ્યારે આધુનિક ટેકનીકથી ખેતી કરવા પર આ ખર્ચ પ્રતિ હેક્ટર 17.50 લાખ રૂપિયા રહ્યો. કમાણીની વાત કરીએ તો પરંપરાગત ખેતીમાં પ્રતિ હેક્ટર 1 લાખ રૂપિયા થયો, પરંતુ આધુનિક ખેતીમાં આ પ્રતિ હેક્ટર 29 લાખ રૂપિયા સુધી પહોંચી હોય. વાત નફાની કરીએ તો પરંપરાગત ખેતીમાં પ્રતિ હેક્ટર 30 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો જ્યારે આધુનિક ટેકનીકથી આ નફો 11.25 લાખ રૂપિયા સુધી પહોંયી ગયો.

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!