અધધધ.. બુલેટ ટ્રેનમાં 1 કિલોમીટર પાછળ આટલો ખર્ચો, તમને તો તમારી 3 પેઢીનું ભેગુ કરવાનો વિચાર આવી જશે

અમદાવાદથી મુંબઇ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર બે કલાકમાં કાપનારી બુલેટ ટ્રેન માટે એક કિલોમીટરના રેલ્વે ટ્રેક બિછાવવાનો ખર્ચ જાણીને તમને આશ્ચર્ય થઇ શકે છે, કેમ કે આ ખર્ચમાં મહાત્મા મંદિર જેવી એક વિશાળ સરકારી ઇમારત બની શકે છે. આ હાઇસ્પીડ ટ્રેન માત્ર બે કલાકમાં બે શહેરો વચ્ચેનું અંતર કાપશે. હાઇસ્પીડ રેલ્વે કોર્પોરેશનના અધિકારીએ કહ્યું હતું કે આ બુલેટ ટ્રેન 350 કિલોમીટરનું અંતર માત્ર એક કલાકમાં કાપી શકે છે.

બુલેટ ટ્રેન એ અત્યંત હાઇસ્પીડ ટ્રેન હોય છે. આખા વિશ્વમાં અત્યારે અનેક દેશોમાં આવી હાઇસ્પીડ ટ્રેન દોડી રહી છે. બુલેટ ટ્રેનની ઝડપ કલાકના 300 થી 400 કિલોમીટરની હોય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે એ અમદાવાદમાં બુલેટ ટ્રેનનો શિલાન્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે આ ટ્રેન 2022 સુધીમાં શરૂ થઇ જશે પરંતુ જમીન સંપાદન માટે વિલંબ થતાં આ પ્રોજેક્ટમાં વધુ સાત મહિનાનો સમય લાગી શકે છે એટલે કે 2023 સુધીમાં આ ટ્રેન શરૂ થઇ શકશે.

આ પ્રોજેક્ટમાં એક લાખ કરોડ કરતાં વધુનો ખર્ચ થવાનો છે. બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટને પુરો કરવા માટે રેલ્વે મંત્રાલયે નેશનલ હાઇસ્પિડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડની રચના કરી છે. આ કોર્પોરેશન ગુજરાતમાં અત્યારે જમીન સંપાદન સહિતના કાર્યો કરી રહ્યું છે. સમગ્ર પ્રોજેક્ટ માટે કુલ 1437.4 હેક્ટર જમીનની જરૂરિયાત છે જે પૈકી 612 હેક્ટર જમીન ગુજરાતની છે, 7.5 હેક્ટર જમીન દાદરા અને નગર હવેલીની છે જ્યારે 246 હેક્ટર જમીન મહારાષ્ટ્રમાં આવેલી છે.

આ બુલેટ ટ્રેનમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને બાંદ્રાકુર્લા એમ કુલ 12 સ્ટેશન હશે. એક સાથે 750 મુસાફરો એક અંતરથી બીજા અંતરે જઇ શકશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ છે જેમાં 88000 કરોડ જાપાન સરકારે 0.1 ટકાના દરે લોન આપી છે, બાકીનો ખર્ચ કેન્દ્ર સરકારનો છે. આ પ્રોજેક્ટ શરૂ થશે ત્યારે ઓપરેશન અને મેન્ટેનન્સમાં 4000 કર્મચારી રોકાયેલા હશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter