GSTV

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ખેડૂતોને રીઝવવા અા રાહત અાપવાનો લેવાયો નિર્ણય

Last Updated on September 3, 2018 by Karan

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અે મોદી સરકારનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. અા પ્રોજેક્ટનું  મુહૂર્ત કયા ચોગડિયામાં થયું છે કે પ્રોજેકટના અાડે રોજ અેક નવું ગ્રહણ અાવી રહ્યું છે. બુલેટ ટ્રેનનો મહારાષ્ટ્રથી ગુજરાત સુધીનો રૂટ સમયમર્યાદામાં પૂરો થાય તેવી સંભાવના નથી. રોજ નવા વિવાદો વચ્ચે હવે ખેડૂતો માટે અેક રાહતના સમાચાર અાવ્યા છે. ખેડૂતો અા પ્રોજેક્ટ માટે જમીન અાપી રહ્યાં ન હોવાથી સરકારે તેમને રીઝવવા પ્રયાસો શરૂ કર્યા છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જમીન આપનારા લોકો જો ત્રણ વર્ષની અંદર પોતાની માટે જમીન ખરીદે તો તેમણે સરકારને કોઈ સ્ટેમ્પ ડ્યુટી આપવી નહીં પડે. આ નિર્ણય પરિયોજનાને લાગુ કરનાર એજન્સી રાષ્ટ્રીય હાઈસ્પીડ રેલ નિગમ લિમિટેડ (NHSRCL)ની હાલમાં યોજાયેલી બોર્ડની બેઠકમાં લેવાયો હતો. આ લાભ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકિલા બુલેટ ટ્રેન યોજના માટે જમીન આપનારા લોકોને મળી શકશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પરિયોજના માટે ૧૪૩૪ હેક્ટર જમીનની આવશ્યકતા છે. તેમાંથી ૩૫૩ હેક્ટર મહારાષ્ટ્રમાં અને બાકીની જમીન ગુજરાતમાં છે. એજન્સીએ અકીલા હાલ બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં માત્ર ૦.૯ હેક્ટર જમીન જ પ્રાપ્ત કરી છે. જમીન સંપાદનની સમયમર્યાદા આ વર્ષના ડિસેમ્બરમાં છે. આ એજન્સી ૫૦૮ કિમી લાંબા હાઈસ્પીડ કોરિડોર માટે જમીન સંપાદન કરવા પ્રયાસરત છે. આ યોજના માટે પોતાની જમીન આપનારા લોકોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. તેમની સ્ટેમ્પ ડ્યૂટીની રકમ એજન્સી જ સરકારને ચૂકવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ તેઓને મળનારી વળતરની રકમ ઉપરાંત આપવામાં આવશે. મોટાભાગના રાજ્યોમાં સંપત્તિની કુલ બજાર કિંમતના પાંચ-સાત ટકા સ્ટેમ્પ ડ્યૂટી તરીકે લેવામાં આવે છે. જ્યારે એક ટકો નોંધણી ચાર્જ તરીકે લેવામાં આવે છે. અામ ખેડૂતો માટે અા થોડા રાહતના સમાચાર છે.

Related posts

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!