GSTV

પીએમ મોદીનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ કારણે અટવાયો

Last Updated on November 19, 2019 by

પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંપાદનને લઇને મહિનાઓથી અટવાયો છે. ખેડૂતો બજાર કિંમતનું ચાર ઘણું વળતર માંગી રહ્યા છે, જયારે સરકર જંત્રી આધારિત વળતર ચુકવવાની વિચારણા છે. જોકે નવસારી જિલ્લાની જંત્રી છેલ્લા ૧૮ વર્ષોથી વધી જ નથી, જેના કારણે જે જમીનનો વીઘે ૫૦ લાખથી વધુનો બજાર ભાવ છે, ત્યાં જંત્રી પ્રમાણે ફક્ત ૨ થી ૨.૫ લાખ રૂપિયા વળતર મળે એવી સ્થિતિ છે. જેથી ખેડૂતો જંત્રી સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ગામોને જંત્રીમાં વધારો મંજુર કરતા નવસારીના અસરગ્રસ્ત ખેડૂતો પણ જંત્રીમાં વધારાની માંગ કરી રહ્યા છે.

ભારત સરકાર દ્વારા અમદાવાદથી મુંબઈ સુધી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવાની યોજના બનાવવામાં આવી છે, પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થાય એ પૂર્વે જમીન સંપાદનને લઇને વિવાદમાં રહ્યો છે. ખાસ કરીને જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ હેઠળ ખેડૂતો બજાર કિંમતના ચાર ઘણા રૂપિયા વળતર પેટે માંગી રહ્યા છે. જયારે રાજ્ય સરકાર દ્વારા જેતે વિસ્તારની જંત્રીને ધ્યાને લેવામાં આવી રહી છે. જેને લઈને નવસારી જિલ્લાના ખેડૂતોમાં નારાજગી સાથે જ સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

નવસારીના ખેડૂતો મહામુલી જમીનના બદલામાં સરકાર સામે યોગ્ય વળતર મેળવવા મેદાને પડ્યા છે. ત્યારે રાજ્ય
સરકાર દ્વારા સુરત જિલ્લાનાં કેટલાક ગામોની જંત્રી ૭ ગણી વધારવાનો નિર્ણય લીધો હોવાની વાતો ઉઠતા નવસારીના ખેડૂતો પણ નવસારીમાં ૧૮ વર્ષ જૂની એટલે કે વર્ષ ૨૦૧૧ ની જંત્રીમાં સુધારો કરવાની માંગણી કરી રહ્યા છે. નવસારી જિલ્લાનાં ૨૮ ગામોમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પસાર થઇ રહ્યો છે, જેમાં ખેડૂતોની ઉપજાઉ જમીનો સહીત રહેણાક મકાનો, ઉદ્યોગો પણ સંપાદન હેઠળ જઇ રહ્યા છે. જેથી ખેડૂતો સહીત અસરગ્રસ્તો સરકાર નિયમાનુસાર બજાર ભાવના ચાર ગણું વળતર આપે એવી માંગણી લાંબા સમયથી કરી રહ્યા છે.

જેને કારણે ખેડૂતો અને પ્રોજેક્ટના અધિકારીઓ, કર્મચારીઓ વચ્ચે ઘણી વાર તણખા પણ ઝર્યા છે. જોકે આ મુદ્દે ખેડૂતોની બુલેટ ટ્રેન સંઘર્ષ સમિતિ દ્વારા સ્થાનિક કક્ષાએથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂઆતો કરવામાં આવી છે. જેમાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલ અને હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના એમડી અચલ ખરેને મળીને ખેડૂતોની વ્યથા સંભળાવા સાથે જ જિલ્લા કલેકટર દ્વારા રજૂ કરાયેલા જંત્રી અવાસ્તવિક હોવાના રીપોર્ટ વિશે માહિતગાર કરીને ન્યાયની માંગણી કરી હતી. જેના ફળ સ્વરૂપે જ સુરતમાં જંત્રી વધી હોવાનું સમિતિના અધ્યક્ષ જણાવી રહ્યા છે અને સાથે જ સરકાર નવસરીની જંત્રી પણ વધારે એવી માંગ કરી રહ્યા છે.

bullet train project

સમગ્ર મુદ્દે જયારે નવસારી જિલ્લા જમીન સંપાદન અને પ્રાંત અધિકારીએ ખેડૂતોના પ્રશ્નો, જમીન સંપાદન અધિનિયમ, સરકારની જોગવાઈઓ અને પ્રવર્તમાન બજાર કિંમતોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને યોગ્ય વળતરના પ્રયાસોકરવાનું આશ્વાસન આપ્યું હતું. જયારે સુરતની જંત્રી વધવાની સ્થિતિ અને નવસારીની જંત્રી વિશેની વાતો અલગ હોવાની વાત કરીને વધુ કઈપણ કહેવાનું ટાળ્યું હતું.

READ ALSO

Related posts

Homemade Butter: ઘરે આ રીતે સરળતાથી બનાવો અમૂલ જેવું બટર, જાણી લો શું છે રીત

Bansari

YouTube આપી રહ્યું છે વધુ કમાણી કરવાનો અવસર, Shorts બનાવવા પર મળી શકે છે 7.5 લાખ રૂપિયા

Damini Patel

ગજેરા સ્કૂલ દ્વારા સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, કાર્યવાહી કરવા મામલે CM રૂપાણીનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!