GSTV
India News Trending

બુલેટ ટ્રેન/ દેશની પહેલી બુલેટ ટ્રેનમાં શું હશે ભાડું? રેલવે મંત્રીએ પોતે બતાવી ટિકિટની કિંમત

લોકો બુલેટ ટ્રેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેનની સ્પીડથી લઈને તેમના ભાડા સુધી, કેવી રીતે દોડશે વગેરે વાતોને લઈને લોકોમાં ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે. આશા છે કે 2026 સુધીમાં મુસાફરો માટે તેને શરૂ કરી દેવામાં આવશે. વાસ્તવમાં અત્યાર સુધી મહારાષ્ટ્રમાં જમીન સંપાદન ન થવાને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ અટકી પડ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સરકાર મુસાફરોની સુવિધા માટે દિવસ-રાત કામ કરી રહી છે. આ વાતચીત દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના ભાડા અંગે પણ સંકેત આપ્યા હતા.

રેલવે મંત્રીએ કહ્યું કે બુલેટ ટ્રેનના ભાડા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ બુલેટ ટ્રેનનું ભાડું લોકોને પોસાય તે રીતનું રાખવામાં આવશે. બુલેટ ટ્રેનના ભાડા માટે ફર્સ્ટક્લાસ એસીના ભાડાને આધાર બનાવામાં આવી રહ્યો છે. જે બહુ વધારે નથી. એટલે કે બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ એસીના ભાડાની આસપાસ હોઈ શકે છે.

ફ્લાઇટ કરતાં ભાડું ઓછું હશે

વાતચીત દરમિયાન રેલ મંત્રીએ એમ પણ કહ્યું કે બુલેટ ટ્રેનનું ભાડું ફ્લાઇટ કરતા ઓછું હશે અને તેમાં સુવિધાઓ પણ ઉત્તમ પ્રકારની પૂરી પાડવામાં આવશે. જોકે, બુલેટ ટ્રેનના ભાડા અંગે તેમણે કહ્યું હતું કે ટ્રેનનું ભાડું આખો પ્રોજેક્ટ પૂરો થયા બાદ નક્કી કરવામાં આવશે. નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પૂરો થયા બાદ જ બીજો હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. સરકાર અત્યારે મુંબઈ અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ગંભીરતાથી કામ કરી રહી છે. જણાવી દઈએ કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરના અંતરમાં કુલ 12 સ્ટેશન હશે.

Related posts

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની કામીગીરી સામે ઉઠાવ્યા પ્રશ્નો, દવામાં ખામી હતી તો વપરાશની મંજૂરી કેમ અપાઈ

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV