GSTV
Gujarat Government Advertisement

મુંબઈ- અમદાવાદ જ નહીં ચેન્નાઈ, નાગપુર અને કલક્તા સુધી દોડશે બુલેટ ટ્રેન, સરકારે કરી આ તૈયારીઓ

Last Updated on December 3, 2019 by

મુંબઇ-અમદાવાદ બાદ સરકાર 4 નવા રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવા માટે ઝડપથી પગલાં ભરી રહી છે.આ કડીમાં રેલવે મંત્રાલય અમદાવાદ-મુંબઇ, દિલ્હી-કોલકાતા, મુંબઇ-ચેન્નઇ અને મુંબઇ-નાગપુર રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવાની સંભાવના શોધી રહ્યું છે. દેશનાં ચાર મહત્વનાં અને અત્યંત વ્યસ્ત રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવાનાં પહેલા પગલારૂપે સરકારે ફિઝીબિલિટી સ્ટડી પણ શરૂ થયો છે.

ફિઝીબિલિટી સ્ટડી દ્વારા સરકાર આ રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવાનો ખર્ચ, ઇન્ફ્રા જેવા મહત્વનાં વિષયો પર વિગતવાર અભ્યાસ કરી રહી છે. ફિઝીબિલિટી સ્ટડી માટે કન્સલ્ટીંગ એજન્સીની પણ નિમણુક કરવામાં આવી છે. દેશમાં હાલમાં રેલવેની હાલત 10 વર્ષમાં સૌથી ખરાબ છે. ડિસેમ્બરમાં રેલવે ભાડા વધારવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે સરકારે અત્યંત ખર્ચાળ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે નવા પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ કરી છે.

રેલવેએ ફિઝીબિલિટી સ્ટડી શરૂ કરી

બુલેટ ટ્રેન અત્યંત મોઘો પ્રોજેક્ટ છે. તેમાં ખૂબ પુંજી લગાવવી પડે છે અને પ્રોજેક્ટ પર મંજુરી ટેક્નિકલ ફિઝીબિલીટી,. ફાયનાન્સિંગ વગેરે મહત્વનાં મુદ્દા પર આધારીત છે. એવામાં સરકારે સૌથી પહેલું પગલું ફિઝીબિલિટી સ્ટડી દ્વારા જમીન શોધવાનું કરી રહી છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ દેશનાં અન્ય કોઇ પણ રૂટ પર બુલેટ ટ્રેન ચલાવી શકાય છે.

પહેલી બુલેટ  ટ્રેન પોતાના લક્ષ્યથી મોડી થઇ શકે છે

મોદી સરકારે દેશની પ્રથમ બુલેટ ટ્રેન 508 કિમીનાં મુંબઇ-અમદાવાદ રૂટ પર દોડાવવાની મંજૂરી આપી છે. પહેલી બુલેટ ટ્રેનનું સપનું હકીકતમાં પરીવર્તીત કરવા માટે સરકારે વર્ષ 2023-24 સુધીની ડેડલાઇનનું લક્ષ્ય રાખ્યું છે.  108,000 કરોડ રૂપિયાનો મુબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના માર્ગમાં હજુ ઘણી મુશ્કેલીઓ સામે આવી છે. જેમાં સૌથી મોટી હાલમાં મહારાષ્ટ્રમાં બનેલી શિવસેનાની સરકાર છે. શિવસેના સરકારે બુલેટ  ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરવાનું કહ્યું છે. જેથી એ સ્પષ્ટ છે કે પહેલી બુલેટ  ટ્રેન પોતાના લક્ષ્યથી મોડી થઇ શકે છે.

Gujarat Government Advertisement

Related posts

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Zainul Ansari

ઓટો ડ્રાઇવરોને મફત તેલ આપે છે પેટ્રોલ પંપ માલિક, જાણો શું છે આખો મામલો

Vishvesh Dave

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!