GSTV
Home » News » ખૂબ જ ખાસ છે આ બળદ, કોઇપણ માણસના દોરીસંચાર વિના ડેરી સુધી પહોંચાડે છે દૂધ

ખૂબ જ ખાસ છે આ બળદ, કોઇપણ માણસના દોરીસંચાર વિના ડેરી સુધી પહોંચાડે છે દૂધ

પશુઓને સૌથી વફાદાર માનવામાં આવે છે અને તેનો આ જ ગુણ તેમને માનવોથી અલગ બનાવે છે. જ્યારે માનવતા મરી પરવારે ત્યારે તેને જાનવરની ઉપમા આપવામાં આવે છે તો શું જ્યારે જાનવર સમજદાર થઇ જાય તો તેને માનવતાની ઉપમા શા માટે નથી આપવામાં આવતી? પશુઓ માનવીના સદીઓ જૂના દોસ્ત છે અને આ જ જૂની કહેવતોમાં પણ કહેવામાં આવ્યું છે કે પશુઓથી સારો મિત્ર માણસ પણ ન બની શકે.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એક પશુની માનવતાનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઇને તમને પણ વિશ્વાસ થઇ જશે કે પશુ જેવું વફાદાર કોઇ ન થઇ શકે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક ખેડૂતના બળદે એક એવું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે જે કોઇ માનવી પણ ન કરી શકે.

હકીકતમાં આ બળદ એકલાહાથે બળદગાડુ ખેંચીને દૂધના કન્ટેનર ડેરી સુધી પહોંચાડે છે. આમ તો ખેડૂત હંમેશા આ બળદને પોતાની સાથે બજાર સુધી દૂધ વેચવા માટે લઇને જાય છે પરંતુ જે દિવસે ખેડૂત ખેતીના કામમાં વ્યસ્ત હોય તે દિવસે બળદ એકલો જ માલિકે દેખાડેલા રસ્તા પર જઇને દૂધના કન્ટેનર ભરેલા બળદગાડાને ડેરી સુધી પહોંચાડે છે.

આ બળદના વખાણ ફક્ત આસપાસના લોકો જ નથી કરતાં પરંતુ હવે તેનો વીડિયો દેશભરમાં વાયરલ થઇ રહ્યો છે અને તેની માનવતાનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

કોંગ્રેસને મોટો ફટકો આ કદાવર નેતા જોડાયા ભાજપમાં

Mayur

માંડ-માંડ બચ્યું 153 મુસાફરો સાથેનું વિસ્તારા વિમાન, માત્ર 10 મિનિટ ચાલે એટલું જ ઈંધણ હતું અંદર

NIsha Patel

6 વર્ષની માસૂમ બની હેવાનિયતનો ભોગ, નરાધમે એવી હાલત કરી કે શરીરના એક-એક અંગ પર લેવા પડ્યા ટાંકા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!