GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

લેબની આ ભૂલને કારણે બુલ્ગેરિયાના 20 ફૂટબોલર થયા કોરોનાગ્રસ્ત, તમામને કરાયા ક્વોરન્ટીન

લેબની ભૂલને કારણે બલ્ગેરિયાની બે મોખરાની ફૂટબોલ ક્લબના 20 જેટલા ખેલાડીઓ અને અધિકારીઓને ફરજિયાત કોરોન્ટાઇન થવાની ફરજ પડી છે. ટીમે સોમવારે જાણકારી આપી હતી કે, ડિફેન્ડર માર્ટિન કાવદાનસ્કી કોરોના પોઝિટવ હોવા છતાં ગયા સપ્તાહે ચેર્નો મોરે વર્ના ક્લબ સામે રમ્યો હતો.

કાવદાનસ્કીનો રિપોર્ટ પોઝિટિવ

જે લેબ દ્વારા ખેલાડીઓના ટેસ્ટ કરાયા હતા તેણે બલ્ગેરિયન ફૂટબોલ યુનિયનને એમ માહિતી આપી હતી કે, મેચ અગાઉ કરાયેલા તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ રિપોર્ટ બાદ કાવદાનસ્કીને ટીમમાં સામેલ કરાયો હતો. જોકે, લેબે બીજે દિવસે કબૂલ્યું હતું કે, તેમની ભૂલ હતી અને કાવદાનસ્કીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આવી જ રીતે ત્સારરસ્કો સેલો ક્લબે જાહેર કર્યું હતું કે, તેના કેટલાક ખેલાડીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને તેમને મેચમાં સ્થાન મળ્યું હતું, પરંતુ પાછળથી લેબે જાહેર કર્યું હતું કે જે તે ખેલાડીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

16 ખેલાડી કોરોનાગ્રસ્ત

આ રીતે અન્ય 16 ખેલાડીના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા અને હવે તે તમામને ક્વોરન્ટીન કરવાની ફરજ પડી છે.

READ ALSO

Related posts

રફેલ નડાલને પણ કોરોનાનો ભય, યુએસ ઓપનમાંથી નામ પરત ખેંચી લીઘું

Mansi Patel

આ પાકિસ્તાની બોલરે ભારત સામે લીધી હતી હેટ્રિક, ત્રણ દિગ્ગજોને કર્યા હતા LBW

Bansari

ફેશનમાં ભારતીય ક્રિકેટર જરાય ઉતરતા નથી, કરોડોની ઘડિયાળ પહેરે છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!