GSTV
Home » News » મહા બાદ હવે બુલબુલ વાવાઝોડાની ત્રાટકવાની તૈયારી, હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી

મહા બાદ હવે બુલબુલ વાવાઝોડાની ત્રાટકવાની તૈયારી, હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી

ઓડિશામાં બુલબુલ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. પશ્વિમ બંગાળમાં પણ વાવાઝોડાં સાથે વરસાદની ભીતિ છે. બંને રાજ્યોમાં બચાવ ટૂકડીને એલર્ટ જારી કરાયો હતો.

ઓડિશા સરકારે ભારે વરસાદની આગાહીના પગલે બચાવ ટૂકડીઓને એલર્ટ કરી છે. બંગાળની ખાડીમાં થઈને આ વાવાઝોડું ઓડિશા અને પશ્વિમ બંગાળમાં ત્રાટકે એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી.

આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાશે. તે પહેલાં ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકશે. લગભગ 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ ઝડપ 80થી 90 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી.

 આગામી 24 કલાક સુધી ઓડિશામાં ભારે વરસાદના પગલે દરેક જિલ્લામાં તંત્રને એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. નવી સૂચના જારી ન થાય ત્યાં સુધી માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

READ ALSO

Related posts

ભાજપને લાગશે ઝાટકો, મોહન ભાગવતે પ્રથમવાર મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ પર તોડી ચૂપકીદી

Mansi Patel

JNU વિદ્યાર્થીઓએ આ નેતાઓનાં ઈશારે કાઢી હતી સંસદ કૂચ, દિલ્હી પોલીસનાં રિપોર્ટમાં ખુલાસો

Mansi Patel

આકાશમાં ગોઠવશે ભારત ત્રીજી આંખ, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રાખશે નજર

Karan
Do NOT follow this link or you will be banned from the site!