GSTV

યુપી બુલંદશહર હિંસા મામલે સીએમ યોગીએ આપ્યા આ આદેશ, કપિલ સિબ્બલે કહ્યુ કે…

બુલંદશહર હિંસાની તપાસ મામલે વિપક્ષના નિશાના પર આવેલા યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વહીવટી તંત્રને કડક નિર્દેશો જાહેર કર્યા છે. યોગી આદિત્યનાથે યુપી પોલીસના એડીજી ઈન્ટેલિજન્સને બે દિવસમાં આના સંદર્ભે અહેવાલ આપવા માટે નિર્દેશ કર્યો છે. બુલંદશહર હિંસાના અહેવાલને તૈયાર કરવા અને તથ્યો એકઠા કરવા માટે યુપીના એડીજી ઈન્ટેલિજન્સ એસ. કે. સરોકર બુલંદશહેરના ક્ષેત્રમાં થયેલી હિંસાના સ્થળે પહોંચ્યા હતા.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીનો ભરોસો આપ્યો છે. પરંતુ સવાલ એ છે કે યોગી આદિત્યનાથની સરકારમાં આવી ઘટનાઓ કેવી રીતે થઈ રહી છે?

મહત્વપૂર્ણ છે કે 2017માં જ્યારે ગેરકાયદેસર કતલખાનાઓ પર કાર્યવાહીને લઈને યુપીમાં હંગામો સર્જાયો હતો. ત્યારે યુપીના 44 કતલખાનાઓમાંથી 26ને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. કારણ કે કતલખાના સંબંધિત નિયમોનું પાલન થઈ રહ્યું ન હતું.

બુલંદશહર હિંસાના મામલામાં પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહ રાઠૌર શહીદ થયા છે. તેઓ અખલાક કેસમાં તપાસ અધિકારી પણ રહી ચુક્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યુ છે કે આ આશ્ચર્યજનક છે કે કેવી રીતે ભીડ અખલાક કેસની તપાસ કરનારા પોલીસ અધિકારીની હત્યા કરી શકે છે? કોણે ભીડને કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપી છે? આ મામલાઓ પર ધ્યાન આપવાના સ્થાને યોગી આદિત્યનાથ તેલંગાણા જઈને ઝેર ઓકી રહ્યા છે.

Read Also 

Related posts

કોરોનાનો હાહાકાર: રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં 84 વર્ષનાં વૃદ્ધનું કોરોના વાયરસનાં કારણે થયું મોત

pratik shah

લોકડાઉનમાં રજા માણવા નીકળી પડ્યો વાધવાન પરિવાર, ઠાકરે સરકાર મૂકાઈ સંકટમાં

Ankita Trada

કોરોના વાયરસનો કહેર:, કેસોની સંખ્યા સાડા પંદર લાખ નજીક પહોંચી, મૃત્યુઆંક ૯૦ હજાર પર પહોંચ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!