બુલંદ શહેરના ગુલાઓથિ પોલીસ મથકે ફરજ બજાવતાં આ મહિલા પોલીસ કોન્સ્ટેબલે વરિષ્ઠ પોલીસ અધીક્ષકને સુપરત કરેલી અરજીમાં એના પોલીસ મથક ઇન-ચાર્જ સચિન મલિક વિરૂધ્ધ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે મલિક એને અયોગ્યપણે અડકે છે અને જો મેં ફરિયાદ કરી તો મોતની ધમકી આપી છે.
ચાર્જ સંભાળતા જ મહિલા કોન્સ્ટેબલ સાથે પોલીસ અધિકારીના અડપલા

મહિલા જુલાઇ, ૨૦૧૭ થી આ પોલીસ મથકમાં ફરજ બજાવે છે, જ્યારે સચિન મલિકને ગત ફેબુ્આરી, ૨૦૨૦થી આ પોલીસ મથકના ઇન્ચાર્જ બનાવાયા છે.

મલિકે પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યાના થોડા દિવસોમાં ઉપરોક્ત મહિલા પોલીસને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવા માંડી હતી. મલિક મહિલા કોન્સ્ટેબલના અંગત જીવન પર નજર રાખવા માંડયા. આથી મહિલાની પરેશાની વધી ગઇ.

મહિલા કોન્સ્ટેબલે પોલીસ અધીક્ષકને કરેલી અરજીમાં મલિક સામે ખાતાકીય કાર્યવાહીની માગણી કરી છે. અધીક્ષકે કહ્યું કે એક સમિતિ બનાવની તપાસ કરશે અને સપ્તાહમાં એનો રિપોર્ટ સુપરત કરશે. એ પછી જરૂરી પગલાં લેવાશે.
Read Also
- હવે ઉઘાડું પડશે ચીન: વુહાન વાયરોલોજી લેબની પોલ ખુલી, ચામાચીડિયા પર રિસર્ચને લઈને અમેરિકાના સવાલ
- ગુજરાતને ભેટ/ સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ સાથે જોડાશે, પીએમ મોદી આજે 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી
- હિમવર્ષા અને કોલ્ડવેવ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, 4.1ની તીવ્રતાએ ધરા ધ્રુજી
- મહારાષ્ટ્રમાં ‘દશેરાના દિવસે જ ઘોડો ના દોડ્યો’: વેક્સિનેશન 18 જાન્યુઆરી સુધી સ્થગિત, એપમાં સામે આવી ભેદી ખામી
- કોવેક્સિનની અસરકારક્તા સામે સવાલો થયા ઊભા, દિલ્હીની આરએમએલ હોસ્પિટલના ડોક્ટરો કોવેક્સિન લેતા અચકાયા!