GSTV
Home » News » બુલંદ હિસ્સામાં આરોપી નંબર 11નું નામ સામે આવતાં કેસમાં આવ્યો નવો વળાંક, આર્મી આવી મેદાને

બુલંદ હિસ્સામાં આરોપી નંબર 11નું નામ સામે આવતાં કેસમાં આવ્યો નવો વળાંક, આર્મી આવી મેદાને

યુપીના બુલંદશહરમાં કથિત ગૌહત્યા બાદ થયેલી હિંસાની એફઆઈઆરમાં આરોપી નંબર અગિયારનું નામ સામે આવ્યા બાદ મામલામાં નવો વળાંક સામે આવ્યો છે. આ આરોપીની ઓળખ જિતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ફૌજી તરીકે થઈ છે. તે ભારતીય સેનાનો જવાન છે અને કાશ્મીર ખાતે તેનાત છે. જીતુ ફૌજી ઘટનાના દિવસથી જ ફરાર છે. તેને શોધવા માટે યુપી પોલીસની એક ટુકડી જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ.. જીતેન્દ્રસિંહને લઈને સેનાની ટીમ જમ્મુ-કાશમીરથી ઉત્તર પ્રદેશ માટે રવાના થઈ ચુકી છે. યુપી પોલીસના સૂત્રો મુજબ.. જીતુ હિંસાના ઘણાં વીડિયોમાં જોવા મળ્યો છે. આ મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટી હિંસાની 14 વીડિયો ક્લિપની તપાસ કરી રહી છે. તેની સાથે જ આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનો પણ રેકોર્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુપી પોલીસના ઈન્સ્પેક્ટર સુબોધસિંહની હત્યામાં સામેલ આરોપી જવાનની શોધખોળ માટે જમ્મુ-કાશ્મીરમાં યુપી પોલીસની એક ટુકડી શુક્રવારે પહોંચી હતી. ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી અને તેમણે પોલીસને પુરેપુરો સહયોગ આપવાનો ભરોસો પણ આપ્યો હતો.

સેનાએ આપ્યું આશ્વાસન

સૂત્રોનું કહેવું છે કે યુપી પોલીસની ટુકડી ઉધમપુર બેસ્ડ નોર્ધન કમાન્ડના ઘણાં ઉચ્ચાધિકારીઓને મળી હતી. સૂત્રોનું કહેવું છે કે સેનાએ યુપી પોલીસને તપાસ કરવામાં મદદનું આશ્વાસન આપ્યું છે અને તે હજીપણ ચાલુ છે. જો કે પોલીસ યોગ્ય સમયે આરોપીની યોગ્ય ઓળખ થયા બાદ વધારે જાણકારી આપશે. એક ન્યૂઝચેનલે પોતાના અહેવાલમાં જણાવ્યુ હતુ કે તેમની ટીમ શુક્રવારે જીતુ ફૌજીના પૈતૃક ગામ સ્યાના તાલુકના મહાવ ગામની મુલાકાતે હતી. અહીં તેમણે જીતુ ફૌજીના અંકલ બ્રહ્મસિંહે પુષ્ટિ કરી છે કે જીતૂ હિંસાવાળા સ્થાન પર હાજર હતો.

જીતૂ ફૌજીનો કોઇ ગુનાહિત રેકોર્ડ નથી

પોલીસની પાસે જીતૂ ફૌજીનો કોઈ ગુનાહીત રેકોર્ડ નથી. આરોપીએ ઈન્ટર કોલેજ ચિત્સૌનાથી હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો છે. બાદમાં પબ્લિક ઈન્ટર કોલેજ સ્યાનાથી બારમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. થોડો સમય આરોપીએ ધનસૂરપુર કોલેજમાં પણ અભ્યાસ કર્યો છે. જીતૂની ઉંમર 24 વર્ષની આસપાસ હોવાનું જણાવવામાં આવે છે અને તે ચાર વર્ષ પહેલા જ સેનામાં ભરતી થયો હતો. આરોપી જીતૂ ફૌજી પરિણિત છે અને તેને દશ માસનું એક બાળક પણ છે. ગામના લોકોએ જણાવ્યુ છે કે સેનામાં જોડાયા બાદથી તે રજાઓના દિવસોમાં જ પોતાના ઘરે આવે છે.

આરોપી ક્રમાક 11

યુપી આઈજી-ક્રાઈમ એસ. કે. ભગતે કહ્યુ છે કે જીતૂનું નામ સ્યાના હુલ્લડો, આગચંપી અને હત્યાના સંદર્ભે લખવામાં આવેલી મૂળ એફઆઈઆરમાં આરોપી તરીકે સામેલ છે. મૂળ એફઆઈઆરમાં જીતૂનો ઉલ્લેખ આરોપી ક્રમાંક-11 તરીકે છે અને તેનું નામ જીતૂ ફોજી પુત્ર રાજપાલસિંહ લખેલું છે. મેરઠ ઝોનના એડીજી પ્રશાંત કુમારે ક્હ્યુ છે કે જીતૂનું નામ એફઆઈઆરમાં નોંધાયેલી છે અને તેને પકડવા માટે ટુકડીઓને જમ્મુ મોકલવામાં આવી છે. આરોપી જીતૂ ફૌજી 27 નામજદ શખ્સોમાંથી એક છે. અન્ય પોલીસ અધિકારીઓએ પણ જીતૂને પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યામાં સીધા સામેલ હોવાના દાવાને રદિયો આપ્યો છે.

ગુડ્ડુ પણ આરોપી

બ્રહ્મસિંહનો પુત્ર અને જીતૂનો પિતરાઈ ભાઈ ગુડ્ડુ પણ આ મામલામાં આરોપી છે. જો કે જીતૂની માતાનું કહેવું છે કે તેમને વિશ્વાસ નથી કે તેમનો પુત્ર ઈન્સ્પેક્ટરનો જીવ લઈ શકે છે. જો કે તેમણે કહ્યું છે કે જો તેમના પુત્રે ઈન્સ્પેક્ટરને ગોળી મારી છે. તો તેને પણ ગોળી મારી દો.. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની પૂત્રવધુના ઘરેણાં લૂંટવામાં આવ્યા છે અને તેની બેઈજ્જતી થઈ છે. તેઓ કેસ કરશે. બ્રહ્મસિંહે કહ્યુ છે કે જીતૂ, ગુડ્ડુ અને ગામના લોકો તે દિવસે પ્રદર્શનસ્થળે હાજર હતા અને બાદમાં તેઓ ભાગી ગયા હતા. પોલીસની કાર્યવાહીના ડરથી કોઈ પાછું આવ્યું ન હતું.

મોટાભાઇ પણ સેનામાં

બ્રહ્મસિંહનો આરોપ છે કે પોલીસે તેમના યોગ્ય ઠેકાણાની ભાળ મેળવવા માટે બર્બરતાનો આસરો લઈને મહિલાઓ અને વૃદ્ધોને યાતનાઓ આપી છે. જીતૂના મોટાભાઈ ધર્મેન્દ્ર મલિક પણ સેનામાં છે અને શનિવારે તેઓ ઘરે પાછા ફરી રહ્યા છે. શુક્રવારે એસઆઈટીએ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ રોહિત, સોનૂ, ચંદ્રપાલ, કુલદીપ અને જિતેન્દર ઉર્ફે લાલા તરીકે થઈ છે.

READ ALSO 

Related posts

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

Mayur

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!