GSTV
Gujarat Government Advertisement

અમરેલી: કડવા પાટીદાર સમાજે ગામમાં બનાવ્યુ 50 બેડનું કોવિડ કેર સેન્ટર, વિના મૂલ્યે અપાશે તમામને સારવાર

Last Updated on May 12, 2021 by Pravin Makwana

કોરોના મહામારીમાં સામાન્ય લોકો માટે સારવાર લેવી ખુબ જ મોંઘી પડી રહી છે. સરકારી હોસ્પિટલોમાં કલાકો સુધી દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી વેઠવી પડે છે. તેવામાં અમરેલી જિલ્લા કડવા પાટીદાર સમાજે ઈશ્વરિયા ગામ પાસે વિનામૂલ્યે સંપૂર્ણ સરવાર આપવા સાથે કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે લોકોને સત્વરે સારવાર મળી રહે તે માટે અમરેલી જિલ્લા કડવા પાટીદાર સમાજે દાતાઓના સહકારથી 50 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું છે. અહીંયા દાખલ થનાર દર્દીઓને ઓક્સિજન, તબીબી સહિત તમામ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

ગામડાઓમાં આવા નાના કોવિડ સેન્ટર સામાન્ય લોકો માટે આશીર્વાદરૂપ બન્યા છે. મહત્વની વાત એ છે કે અહીં એક પણ મૃત્યુ થયું નથી. અહીં 11 જેટલા નિષ્ણાંત ડોક્ટરો અને 6 નર્સ સહિતનો સ્ટાફ કાર્યરત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!