ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના વઝીર હસન રોડ પર આવેલી એક ઈમારત અચનાક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. આ સિવાય ઘણા લોકો કાટમાળ દટાયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાની જાણ ફાયર અને પોલીસ વિભાગને કરવામાં આવી છે. પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.

ઉતર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે ત્રણ માળની બિલ્ડિંગ અચાનક પડી ગઈ હતી. NDRF, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. ત્રણ શબને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. બચાવ કાર્યની ટીમ કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દુર્ઘટનાની નોંધ લીધી છે અને NDRFની ટીમને ઘટનાસ્થળ પર મોકલવાનો આદેશ કર્યો હતો. આ સિવાય સીએમએ દર્દીઓને તાત્કાલિક મેડિક્લ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો. 45થી વધુ જવાન બચાવ કાર્યમાં જોડાયા છે.
Also Read
- Delhi Accident: આઈજીઆઈ સ્ટેડિયમ નજીક મોટી દુર્ઘટના, આપસમાં ટકરાઈ 4 સ્કૂલ બસ, કેટલાય વિદ્યાર્થીઓ થયા ઘાયલ
- વડોદરા / સળિયાનો જથ્થો વેચવાના નામે સ્ક્રેપ વેપારી સાથે 7.61 લાખની ઓનલાઇન છેતરપિંડી
- મધમાં પલાળીને ખાઓ આ વસ્તુઓ, હાર્ટ એટેકનું ઘટશે જોખમ; માનસિક બીમારીઓ પણ રહેશે દૂર
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે