ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી એક સોસાયટીના રહિશોએ બિલ્ડર સામે હલ્લાબોલ કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના સ્વસ્તિક વિલા સોસાયટીના રહીશોઓ બિલ્ડર અને જીઈબી સામે મોરચો માંડ્યો છે. જેમાં સ્થાનિકો એ બિલ્ડર પર ગંભીર આરોપો લગાવ્યા છે. બિલ્ડર દ્વારા પૂરતા પૈસા લઈ હલકી ગુણવત્તાનું વાયરિંગ કર્યુ હોવાનો ફ્લેટધારકોએ આક્ષેપ કર્યો છે.

- બિલ્ડર અને જીઇબી સામે રહીશોનો પોલીસ સ્ટેશન ખાતે મોરચો
- સ્વસ્તિક વિલા સોસાયટીના રહીશોએ મોરચો માંડ્યો
- બિલ્ડર દ્વારા પુરતા પૈસા લઈ હલકી ગુણવત્તાનું વાયરિંગ કર્યું હોવાનો ફ્લેટધારકોનો આક્ષેપ
- અવારનવાર ઘરોમાં ઇલેક્ટ્રિક સાધનોમાં આગ લાગતા હોવાની કરી ફરિયાદ
- બિલ્ડર ને ફરિયાદ કરતા જીઇબી પર આક્ષેપ અને જીઇબી ને ફરિયાદ કરતા બિલ્ડર પર આક્ષેપ કરાઈ રહ્યા હોવાની રાવ
- તમામ ના ત્રાસ થી કંટાળી સ્થાનિક રહીશો ડીંડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યા
- ડીંડોલી પીઆઇ ને મળી બિલ્ડર અને જીઇબી અધિકારી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરી
બિલ્ડરને ફરિયાદ કરતા બિલ્ડરે જીઈબી પર આક્ષેપ કર્યો અને જીઈબીને ફરિયાદ કરતા તેઓએ બિલ્ડર પર આક્ષેપ કર્યો છે. બિલ્ડર અને જીઈબી આમને સામને છે. તેવામાં લોકોના ત્રાસથી કંટાળીને સ્થાનિક રહીશો ડીંડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સ્થાનિકો એ બિલ્ડરની સાથે સાથે જીઈબી અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી.
READ ALSO
- સુરત/ પુણા ગામમાં DGVCLની બંધ પડેલી હાઈટેન્શન લાઈનનો ટાવર ધરાશાયી થતાં અફડાતફડી મચી
- ‘પશ્ચિમ બંગાળમાં દીદીનો સમય પૂરો, 2026માં ભાજપની સરકાર બનશેઃ’ અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડેહાથ
- પાણી પીવાના કથિત મામલે ગામના લોકોએ દલિત યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન થયું મોત
- સૂર્ય અને મંગળના સંયોગથી બનશે આદિત્ય મંગલ રાજયોગ, 2024ની શરૂઆત પહેલા આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
- VADODARA / ડભોઈમાં વીજ થાંભલા પર રીપેરીંગ કરતા સમયે કરંટ લાગતા MGVCLના એક વીજકર્મીનું મોત