GSTV

ઘર ખરીદવા માંગતા લોકોને આ ટ્રિક્સથી લલચાવે છે બિલ્ડર, સેમ્પલ ફ્લેટ જોઈને નિર્ણય લેતા પહેલાં વાંચી લો

Last Updated on January 10, 2021 by Mansi Patel

ઘર ખરીદતી વખતે કોઈ પણ બેદરકારી દાખવવી ન જોઈએ. જ્યારે તમે ફ્લેટ જોવા જાઓ છો, ત્યારે ફક્ત બિલ્ડરના દાવા પર આધાર રાખશો નહીં, પણ બધું જાતે જ ચેક કરો. જ્યારે તમે કોઈ ફ્લેટ જોવા જાઓ છો, ત્યારે બિલ્ડર તમને સેમ્પલનો ફ્લેટ બતાવે છે, પરંતુ તેને જોઈને જ નિર્ણય લેતા નહી. વાસ્તવમાં સેમ્પલ ફ્લેટ અને તમે જે ફ્લેટને ખરીદી રહ્યા છો તે એકદમ અલગ હોઈ શકે છે. બિલ્ડરો ખરીદદારોને લોભાવવા માટે ઘણી ટ્રિક્સ અપનાવે છે, જેની જાણકારી હોવી જરૂરી છે.

  • સેમ્પલ ફ્લેટમાં રૂમની વચ્ચે દરવાજા હોતા નથી. એવું એટલા માટે કરવામાં આવે છે જેથી ફ્લેટમાં વધુ જગ્યા હોવાનો અહેસાસ થાય. ટોયલેટ અને બાથરૂમને પણ દરવાજા વિના રાખવામાં આવે છે.
  • સેમ્પલ ફ્લેટમાં પહેલું ધ્યાન દિવાલો ઉપર જાય છે. જે ઘણી ફિનિશિંગ વાળી હોય છે.
  • પરંતુ આ દિવાલો ઇંટ અને પ્લાસ્ટરને બદલે જીપ્સપનાં બોર્ડથી બનેલી છે.
  • સેમ્પલ ફ્લેટની દિવાલોને પાતળી પણ રાખવામાં આવે છે જેથી ફ્લેટ મોટો દેખાય.
  • સાચા ફ્લેટની જગ્યાએ સેમ્પલ ફ્લેટમાં સીલિંગને ઉંચી રાખવામાં આવે છે.
  • સેમ્પલ ફ્લેટમાં કાચની દિવાલોનો ઉપયોગ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે લોકોને વધુ જગ્યા હોવાનો આભાસ થાય.
  • સેમ્પલ ફ્લેટનાં વૈભવી ફર્નિચરના સજાવટ પર ન જાઓ, તે ખરીદદારને લલચાવવા માટે ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે.
  • સેમ્પલ ફ્લેટમાં દરેક બારીઓ અને બાલ્કનીઓને સારા વ્યૂ તરફ ખોલવામાં આવે છે. જ્યારે સાચા ફ્લેટમાં તે બે કે ત્રણ બાજુથી ખુલી ન શકે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!