GSTV
Auto & Tech Trending

i-Phone જોડે પડ્યો હોય તો વાત પણ સંભાળીને કરજો કારણ કે, કોલ રિસીવ કર્યા વગર જ એકબીજાની વાતો…

હાલમાં જ i-Phoneમાં એક નવો જ બગ સામે આવ્યો છે કે જેમાં યૂઝર્સ વીડિયો કોલ રિસીવ ન કરવા છતા પણ એકબીજાની વાત સાંભળી શકે છે. જ્યારે આ બગને લઇને એપલ ઇંક દ્વારા સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી હતી કે આઇફોનમાં જે પ્રકારે યૂઝર્સ પ્રોબ્લમનો સામનો કરી રહ્યા છે તેને લઇને કંપની દ્વારા કામ ચાલું કરી દેવામાં આવ્યું છે અને કંપની દ્વારા જલ્દી જ આ બગને ફિક્સ કરવા માટે એક સૉફ્ટવેર જાહેર કરવામાં આવશે.

આ પ્રકારનો બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે એપલના એક યૂઝર દ્વારા અન્ય એક યૂઝરને વીડિયો કોલ કરવામાં આવ્યો હતો, સામે વાળા યૂઝરે કોલ રિસીવ કર્યો ન હોવા છતા તે અન્ય યૂઝરની વાત સાંભળી શકતો હતો. આ બગ એપલના ગ્રુપ કૉલિંગ ફીચરમાં સામે આવ્યો હતો, જેને એપલ દ્વારા ગયા વર્ષે ઉનાળાના સમયમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. પછી પાછળથી આ ફીચરને ઑક્ટોબરમાં બધા જ યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

વીડિયોમાં જુઓ કઈ રીતે કોલ રિસીવ કર્યા વગર કઈ રીતે વાત સંભળાય છે.

જ્યારે આ બગને લઇને એપલ દ્વારા યૂઝર્સને સૂચન કરવામાં આવ્યું હતું કે કંપની આ બગને ફિક્સ કરવા પર કામ કરી રહી છે અને એટલા માટે જ આ સમસ્યાનું હાલ પુરતુ સમાધાન એવું રહશે કે યૂઝર્સ પોતાના ફોનમાંથી ફેસટાઇમ એપને ડિસેબલ કરી નાખે.

કેવી રીતે ફેસટાઇમને ડિસેબલ કરી શકાય ?

પોતાના એપલ ડિવાઇસ પરથી ફેસટાઇમ ડિસેબલ કરવા માટે ડિવાઇસના સેટિંગમાં જઇને ફેસટાઇમ સિલેકટ કરો, આ કર્યાં પછી ડાબી બાજુ એક બટન દેખાશે, આ બટને ઑફ કરવાથી ફેસટાઇમ તમારા ડિવાઇસમાંથી ડિસેબલ થઇ જશે.

આ પહેલા પણ થયું હતુ કંઈક આવું

એપલના ફોનમાં ધણી વખત લોકોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ પહેલા પણ એપલના નવા આઈઓએસના અપડેટ બાદ પણ યૂઝર્સને મુશ્કેલી ઉઠાવવી પડે છે. એપલે જ્યારે આઈઓએસ 12.1.2ની અપડેટ જાહેર કરી હતી ત્યાર બાદથી દરેક આઈફોન યૂઝર્સને કનેક્ટિવિટીની સમસ્યા આવવા લાગી.

Read Also

Related posts

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda

jio યુઝર્સ માટે કામના સમાચાર, આ યુઝર્સને મળશે મફ્ત 5G સેવા!

Hardik Hingu
GSTV