ફેસબુક મેસેન્જરની ખામીનો લાભ ઉઠાવી રહી છે અન્ય વેબસાઈટ, પર્સનલ ચેટ થઈ પોસ્ટ

ફેસબુક મેસેન્જર એપની ખામીનો લાભ હવે અન્ય વેબસાઈટ ઉઠાવી રહી છે. આ વેબસાઈટ સુધી યૂઝર્સની પર્સનલ ચેટ પણ પહોંચી ચુકી છે. આ વાતનો ખુલાસો સાઈબર સુરક્ષા કંપનીએ રિસર્ચર રોન મસાસએ એક રીપોર્ટમાં કર્યો છે. ડેટા લીક મામલે ફેસબુક વિવાદોમાં છે તેવામાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ યૂઝર્સની પ્રાઈવસીની સુરક્ષા વધારવા માટેની જાહેરાત કરી રહ્યા છે. તેવામાં સામે આવેલા આ રીપોર્ટ મેસેન્જરની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા કરે છે.

રિસર્ચરએ જણાવ્યું કે આ વાતની જાણકારી તેણે ફેસબુકને આપી ત્યારે તેમણે આ ખામીને સુધારી. નવેમ્બર 2017માં મસાસ અને તેની ટીમએ ફેસબુક મેસેન્જર એપ વિશે જાણ્યું અન્ય વેબસાઈટમાં ક્રોસ સાઈટ ફ્રેમ લીકેજના માધ્યમથી યૂઝર્સની પ્રોફાઈલ એક્સેસ થાય છે. મસાસએ વધુમાં ઉમેર્યું કે બ્રાઉઝર બેસ્ડ સાઈટ ચેનલ એટેક હાલ તો ગંભીર નથી પરંતુ તેનો ભોગ ફેસબુક અને ગૂગલ જેવી દિગ્ગજ કંપની સિવાય કોણ કોણ છે તેની જાણકારી નથી.

મહત્વપૂર્ણ છે કે ફેસબુકના દુનિયાભરમાં 130 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. તેમની સુરક્ષા વધારવા માટે ફેસબુકને પ્રાઈવસી ફોકસ્ડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. તેના માટે પ્રાઈવેટ ઈંટરેકશન, એન્ક્રિપ્શન, સુરક્ષા જેવી અનેક બાબતો પર કામ કરવામાં આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter