GSTV

Live: લોકસભામાં અમિત શાહ રજૂ કરી રહ્યા છે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. લોકસભામાં સ્પીકર ઓમબિરલાએ હિરોશીમા અને નાગાસાકીમાં કરવામાં આવેલા પરમાણુ બોમ્બ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી પાઠવી. તમામ સભ્યોએ મૌન ધારણ કરીને દિવંગતોને યાદ કર્યા. તે બાદ મંત્રીઓ તરફથી સદન પટલ પર કાગળ મુકવાં આવ્યા.

અમિત શાહે લોકસભામાં મુક્યો સંકલ્પ

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ રજૂ કરતાં કહ્યું કે ભારતના રાષ્ટ્રપતિ ઘોષણા કરે છે તેમના આદેશ બાદ અનુચ્છેદ 370ની તમામ જોગવાઇ જમ્મુ-કાશ્મીરમાં લાગૂ નહી થાય. સાથે જ તેમણે કહ્યું કે વર્તમાન જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન બિલને વિચાર માટે રાખવામાં આવે જેથી રાજ્યસભાની મંજૂરી મળી ચુકી છે. સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલને પણ વિચાર માટે સદનમાં રજૂ કર્યુ.

અધીર રંજન અને અમિત શાહ વચ્ચે દલીલ

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તમે જમ્મુ-કાશ્મીરને 2 હિસ્સામાં વિભાજીત કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું. તેમણે કહ્યું કે કાશ્મીરને તમે આંત્રિક મામલો ગણાવી રહ્યાં છો પરંતુ સંયુક્ત રાષ્ટ્ર ત્યાંનું નિરિક્ષણ કરે છે. તેના પર અમિત શાહે કહ્યું કે આ કોંગ્રેસનો મત છે કે સંયુક્ત રાષ્ટ્ર જમ્મુ કાશ્મીરનું નિરિક્ષણ કરી શકે છે, તે કોંગ્રેસ સ્પષ્ટ કરે. તેના પર સદનમાં હોબાળો શરૂ થઇ ગયો છે. ચૌધરીએ કહ્યું કે આ મુદ્દો દ્વિપક્ષીય છે કે આંતરરાષ્ટ્રીય તેના પર સરકાર પોતાનો પક્ષ સ્પષ્ટ કરે. તેમણે કહ્યું કે ત્યાં લાખોની સંખ્યામાં સેના તૈનાત છે અને પૂર્વ મુખ્યમંત્રી નજરકેદ છે. ઘાટીની સ્થિતી શું છે તે આપણે જાણી શકતાં નથી.

સરકાર પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કરે: અધીર રંજન

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં છે અને તેની પરવાનગી વિના આ બિલ અમે લઇ આવ્યાં છીએ, કોંગ્રેસ પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કરે. અધીર રંજને ફરી કહ્યું કે 1948થી જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રનું નિરિક્ષણ થઇ રહ્યું છે તો આ આંતરિક મામલો કેવી રીતે થયો. જયશંકરે કહ્યું હતું કે તેમા મધ્યસ્થતા ન થઇ શકે તો આ આંતરિક મામલો શું છે. ચૌધરીએ કહ્યું કે અમે સરકાર પાસેથી તે જાણવા માગીએ છીએ અને તે અમારો અધિકાર છે. કોંગ્રેસ દેશનું હિત નથી ઇચ્છતી તેવો માહોલ તમે ઉભો ન કરો.

સંસદને કાશ્મીર પર કાયદો બનાવાનો અધિકાર: અમિત શાહ

અમિત શાહે અધીર રંજનના સવાલનો જવાબ આપતાં કહ્યું કે 1948માં આ મામલો યુએન પહોંચાડવામાં આવ્યો હતો. તે પછી ઇન્દિરાજીએ શિમલા કરારમાં પણ તેનો ઉલ્લેખ કર્યો. અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેના પર કોઇ કાનૂની અથવા બંધારણીય વિવાદ નથી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરે પણ તેનો સ્વીકાર કર્યો છે. શાહે કહ્યું કે અનુચ્છેદ 370(C)માં આ વાતનો ઉલ્લેખ પણ છે. જમ્મુ-કાશ્મીર પર કાયદો બનાવવા માટે આ સંસદ સંપૂર્ણ રીતે સક્ષમ છે. અમે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ સંકલ્પ લઇને આવ્યાં છીએ.

જમ્મુ કાશ્મીરના પુનર્ગઠનને લઈને કેન્દ્ર સરકારનું રાજ્યસભામાં પાસ થયેલુ બિલ આજે લોકસભામાં રજૂ થઈ રહ્યું છે. ગઈકાલે રાજ્યસભામાં આ બીલના સમર્થનમાં 125 મત પડ્યા છે જ્યારે બીલના વિરોધમાં 61 મત પડ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ વૈંકયા નાયડૂએ બીલ પાસ થયાની જાહેરાત કરીને ગૃહને મંગળવાર સુધી સ્થગિત કર્યુ હતુ.

આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. આ સાથે સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. આ બીલ અંતર્ગત લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે.

જ્યારે જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે જ્યાં વિધાનસભા હશે. લોકસભાં સરકાર પાસે પ્રચંડ બહુમત હોવાથી બિલ સરળતાથી પાસ તઈ શકશે.

જમ્મુ કાશ્મીરમાં સતત બીજા દિવસે કડક સુરક્ષા વ્યવસ્થા

જમ્મુ કાશ્મીરમાં સતત બીજા દિવસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુમાં સેનાને તૈનાત કરી દેવામાં આવી. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાના છે. તેઓ શ્રીનગરમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.

જમ્મુ કાશ્મીરને મોદી સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યો છે. જે બાદ ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. મોદી સરકાર આર્ટિકલ 370ને હટાવી જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ ટેરેટરી જાહેર કરી છે.

જમ્મુ કાશ્મીરના કેટલાક જિલ્લા એવા છે જ્યાં કલમ-144 હજી લાગુ કરવામાં આવી છે. જ્યારે કાશ્મીરમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સહિત લેન્ડલાઈન સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

Read Also

Related posts

પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું

Pravin Makwana

વિશ્વની સૌથી સુંદર યુવતીને પણ ઈન્ટરનેટ પર કરાય છે ટ્રોલ, પીડા વ્યક્ત કરતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી

Ali Asgar Devjani

આનંદો/ ટ્રેનમાં આ મહિનાથી મળી રહેશે ચા-નાસ્તો અને જમવાનું: રેલવેએ સેવાઓ શરૂ કરવા માટે લીધા મોટા નિર્ણયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!