GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ગુજરાતનું બજેટ સત્ર બીજી જુલાઈએ , બજેટનું કદ અંદાજીત રૂ.2 લાખ કરોડનું હોવાની સંભાવના

14મી વિધાનસભાનું આગામી અંદાજપત્ર સત્ર બીજી જુલાઇથી મળશે. આ સત્રમાં રાજ્ય સરકારનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. સરકારે ગયા ફેબ્રુઆરી મહિનામાં વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યું હતું અને ચાર મહિનાનો ખર્ચ લીધો હતો. હવે રાજ્યનાં ફાઇનાન્સ મિનિસ્ટર નીતિન પટેલ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા જણાવ્યું છે કે ચૌદમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર આગામી તા. ૦૨/૦૭/૨૦૧૯ને મંગળવારથી મળશે. સત્રના પ્રથમ દિવસે સન – ૨૦૧૯/૨૦ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. ગત સત્રમાં એપ્રિલ, મે, જૂન અને જૂલાઇ એમ ચાર મહિના માટે લેખાનુદાન – વોટ ઓન એકાઉન્ટ લેવામાં આવ્યું હતું.

આ સત્રમાં સરકારી વિધેયકો, વિનીયોગ વિધેયક અને કર સંબંધિ વિધેયકો હાથ ધરવામાં આવશે. સત્ર દરમ્યાન કુલ ૨૦ બેઠકો મળશે અને તા. ૨૫/૦૭/૨૦૧૯ના રોજ સત્ર સમાપ્ત થશે. સત્ર દરમ્યાન બિન સરકારી કામકાજ ત્રણ દિવસ ચાલશે, અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા ચાર દિવસ ચાલશે, વિભાગવાર માંગણીઓ ઉપરની ચર્ચા બાર દિવસ ચાલશે અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ હાથ ધરવામાં આવશે. ગુજરાતનું બજેટ બે લાખ કરોડનું હોવાની સંભાવના છે. આ બજેટમાં લેખાનુદાન નો ખર્ચ બાદ કરવામાં આવશે જે સરકારે ચાર મહિના માટે લીધો છે. આ બજેટ સત્ર માં કેગના અહેવાલ રજૂ થવાની શક્યતા છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં મૃત્યુનો દર ડબલ, મૃતદેહોની એટલી સંખ્યા વધી છે કે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાગી રહ્યું વેઇટિંગ

Ankita Trada

જાહેર સ્થળોએ થતી ડિસઇન્ફેક્ટની કામગીરી નિહાળીને તમે રાજી થતા હોવ તો ચેતી જજો, WHOએ આપી આ ચેતવણી

Nilesh Jethva

હોળીનું નાળિયેર પકડવા ભાજપ પણ નથી તૈયાર : અમે નથી ઇચ્છતા કે મહારાષ્ટ્રમાં સરકાર બદલાય, ફડણવીસે હાથ અદ્ધર કર્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!