GSTV
Gujarat Government Advertisement

નીતિન પટેલે બજેટમાં એટલી ભરતી કરવાની જાહેરાત કરી છે કે ફોર્મ ભરી ભરી થાકી જશો

Last Updated on July 2, 2019 by Alap Ramani

હાલના સમયની સૌથી મોટી ચિંતા રોજગારીની રહી છે. ભારત અને ગુજરાતમાં યુવાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. ઉપરથી વધારે અભ્યાસ કરેલા યુવાનોને રોજગારી આપવામાં વર્તમાન ભાજપ સરકાર નબળી પૂરવાર થઈ છે. ત્યારે નીતિન પટેલે આજના બજેટમાં હર હાથ કો કામ આપવાનો નિર્ધાર કર્યો હતો.

નીતિન પટેલે બજેટમાં એવો દાવો કર્યો હતો કે રોજગારી ભરતી મેળામાં આશરે 11 લાખ લોકોને રોજગારી મેળવવામાં સરકારે મદદ કરી છે. સરકારી સેવાઓમાં એક લાખ અઢાર હજાર યુવાનોની ભરતી કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં અંદાજે 60 હજાર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સખી મંડળોની રોજગારી વિશેની વાત વહેતી મુકતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, સખી મંડળોમાં એક હજાર નવસો કરોડનું બેંક ધિરાણ થયેલ છે. જેમાં 5થી 8 ટકા વ્યાજ સહાય અને અન્ય નાણાકીય મદદ રાજ્ય સરકાર આપે છે. આગામી સમયમાં સરકારે નિર્ધાર કરેલ છે કે 70 હજાર સખીમંડળો બનાવવા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમાં 25 લાખ બહેનો માટે રૂપિયા સાતસો કરોડ ધિરાણ ઉપલબ્ધ કરાવી સ્વરોજગારીની તકો ઉભી કરવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના, વાજપાઈ બેન્કેબલ યોજના, માનવકલ્યાણ યોજના, દ્રારા આશરે 15 લાખ યુવાનોને આગામી ત્રણ વર્ષમાં રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેવું નાણામંત્રી નીતિન પટેલે પોતાના બજેટમાં જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ, ખોટા કેસમાં ફસાવાની આપી ધમકી

Pravin Makwana

આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ થાળી વાટકી વગાડી કર્યો હોબાળો, પોલીસે તમામની કરી ધરપકડ

Pravin Makwana

રસીકરણ: કોરોના વેક્સિન લેવા માટે શું એડ્રેસ પ્રુફ અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે આ સ્પષ્ટતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!