GSTV

ઐતિહાસિક/ જાણો કેવી રીતે થશે દેશમાં પહેલીવાર ડિઝિટલ વસ્તી ગણતરી, 3750 કરોડનું બજેટ ફાળવાયું

ડિઝિટલ

આજે નાણામંત્રી નિર્મલા સિતારમને સામાન્ય બજેટ રજુ કર્યું. આ દરમિયાન તેમણે દેશમાં થનારી વસ્તી ગણતરીને લઈને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, હવે દેશમાં ડિઝિટલ વસ્તી ગણતરી થશે. જે ઐતિહાસિક પગલું હશે. તે માટે નાણામંત્રીએ 3750 કરોડ રૂપિયાની ફાળવણી કરી. દેશમાં પહેલીવાર જનગણના માટે પારંપરિક કાગળ પેનની જગ્યાએ આ વખતે વસ્તી ગણતરી ઈલેક્ટ્રોનિક ડિવાઈસ દ્વારા થશે.

ડિઝિટલ

ભારતમાં થનારી વસ્તી ગણતરી દુનિયામાં સૌથી વધારે ડેટા એક્સર સાઈઝવાળી હશે

ઉલ્લેખનિય છે કે, ભારતમાં થનારી વસ્તી ગણતરી દુનિયામાં સૌથી વધારે ડેટા એક્સર સાઈઝવાળી હશે. વસ્તી ગણતરીમાં ન માત્ર લોકોની ગણતરી કરવામાં આવશે પરંતુ લોકોના સામાજીક આર્થિક ડેટા પણ એકઠો કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગત વર્ષે રાજધાની દિલ્હીમાં જનગણના ભવનની આધારશિલા રાખતા દરમિયાન કહ્યું હતું કે ડિઝિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2021ની વસ્તી ગણતરી મોબાઈલ એપના માધ્યમથી કરવામાં આવશે. આ મોબાઈલ એપમાં ડિઝિટલ સ્વરૂપે આંકડા ઉપલબ્ધ હશે.

ડિઝિટલ

ડિઝિટલ વસ્તી ગણતરી માટે 31 લાખથી વધારે ટ્રેઈની કર્મચારીઓ લગાવવામાં આવશે

ડિઝિટલ વસ્તી ગણતરી માટે 31 લાખથી વધારે ટ્રેઈની કર્મચારીઓ લગાવવામાં આવશે. આ દરમિયાન દેશભરમાં લોકોના ડેટા કલેક્શન એન્ડ્રોઈડ બેઝ્ડ સ્માર્ટફોન દ્વારા એકત્ર કરવામાં આવશે. વસ્તી ગણતરીમાં જનસંખ્યા, તેમાં મહિલા-પુરુષનું પ્રમાણ, જાતિ, શિક્ષણનું સ્તર, ઉંમર, જન્મ-મૃત્યુ, લોકોના ઘરોની સ્થિતિ (મકાન કાચુ છે કે પાકું), માઈગ્રેશન, વ્યવસાય વગેરેની પુછવામાં આવશે.

વસ્તી ગણતરી સંબંધિત ડેટા વર્ષ 2024-25માં ઉપલબ્ધ થઈ શકશે. પહેલીવાર થનારી આ ડિઝિટલ વસ્તી ગણતરીમાં મોબાઈલ એપના માધ્યમથી 16 ભાષાઓમાં જાણકારી આપવામાં આવશે અને વેરિફિકેશન કરવામાં આવશે.

Read Also

Related posts

સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ

pratik shah

દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ

Pritesh Mehta

બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!