GSTV
Home » News » Budget 2019: બજેટમાં ફેરફારની શક્યતા, 10 લાખ સુધીના પગારદારને મળી શકે મોટી રાહત

Budget 2019: બજેટમાં ફેરફારની શક્યતા, 10 લાખ સુધીના પગારદારને મળી શકે મોટી રાહત

લોકસભાનું ચોમાસું સત્ર શરૂ થઇ ગયું છે. આજે તમામ લોકસભાનાં સાંસદોએ સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. આગામી 5 જુલાઈએ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સામાન્ટ બજેટ રજૂ કરશે.

બજેટ પહેલા ફેરફારની શક્યતા

ત્યારે માહિતી મળી રહિ છે કે સરકાર બજેટ પહેલા કેટલાક ફેરફાર કરે તેવી શક્યતા છે. શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓએ શનિવારે ન્યૂનતમ વેતન વધારી 20 હજાર રૂપિયા કરવા, ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત વર્ષના ઓછામાં ઓછા 200 દિવસ કામ સુનિશ્ચિત કરવા અને ઓછામાં ઓછા 6 હજાર રૂપિયા માસિક પેન્શન આપવાની માગ કરી છે.

શ્રમિક સંગઠનો સાથે નાણા મંત્રીની બેઠક

બજેટ પૂર્વે બેઠકમાં યૂનિયનોએ વેતનધારી તેમજ પેન્શન પ્રાપ્ત કરનાર લોકોની 10 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરાની મર્યાદાથી બહાર રાખવાની માગ કરી છે. તેમણે વરિષ્ઠ નાગરિકો માટે પણ આવકવેરાની મર્યાદા વધારી 8 લાખ રૂપિયા કરવાની માગ કરી છે. લગભગ ડર્ઝન જેટલા કેન્દ્રીય શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓએ નાણા તેમજ કોર્પોરેટ બાબતોનાં રાજ્યકક્ષાનાં મંત્રી અનુરાગ ઠાકુર સાથે બજેટ પૂર્વ બેઠક કરી હતી. તે દરમિયાન તેમણે લાભ મેળવી રહેલી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટને લઇને તેમનો વાંધો દાખલ કર્યો છે. તે સાથે જ રોજગાર સર્જન પર ભાર આપવાની વાત કરી છે.

બેઠક બાદ યુનિયન નેતાઓ નારાજ

નિર્મલા સીતારમણ નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં સહભાગીતા થવાના કારણે ઠાકુરે બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેથી બેઠક બાદ કેટલાક યૂનિયન નેતાઓ નાણામંત્રી સીતારમણની ગેરહાજરીને લઇને નારાજ જોવા મળ્યા હતા. ઓલ ઇન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસ (એઆઇટીયૂસી) મહાસચિવ અમરજીત કોરે કહ્યું, ‘નાણામંત્રી સીતારમણે અમને બજેટ પૂર્વે વિચાર-વિમર્શ માટે આમંત્રિત કર્યા હતા. પરંતુ અમારી વાત રાજ્યમંત્રી સાથે થઇ. તેમણે વાતચીતના ચાર વ્યાપક બિન્દુઓ પર સીમિત રાખવાનો પ્રયત્ન કર્યો. આ ચાર પાસા છે- શ્રમિકનું સંરક્ષણ, કૌશલ વિકાસ, રોજગાર અને વેતન. તેમણે કહ્યું, અમે બધા 10 કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ પોતાના બાધા પાસાઓ રાખ્યા છે. અમે 20 હજાર રૂપિયા ન્યૂનતમ વેતન, 6 હજાર રૂપિયા માસિક પેન્શન અને મનરેગા અંતર્ગત 200 દિવસ સુધી રોજગાર આપવાની માગ કરી છે.

READ ALSO

Related posts

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

Mayur

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

Mayur

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!