આગામી વર્ષ 2023-24માં તમારે કેવું બજેટ જોઈએ છે. ક્યાં મુદ્દાને બજેટમાં પ્રાધાન્ય આપવું જોઈએ. આ અંગે સરકારે જનતા પાસેથી સૂચનો માંગ્યા છે. આગમે 10 ડિસેમ્બર સુધી લોકો તેમના સૂચનો આપી શકે છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ‘માય ગવ’ પ્લેટફોર્મ પર એક પ્રેસ રિલીઝ જારી કરીને લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. બજેટ ફેબ્રુઆરી 2023માં રજૂ કરવામાં આવશે.

દર વર્ષે નાણાં મંત્રાલય લોકો પાસેથી સૂચનો માંગે છે.
લોકભાગીદારીની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે, નાણા મંત્રાલય દર વર્ષે બજેટ બનાવવાની પ્રક્રિયા પહેલા નાગરિકો પાસેથી સૂચનો મંગાવે છે. ભૂતકાળમાં, અહીં શેર કરાયેલા ઘણા સૂચનોનો વાર્ષિક બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકવો જોઈએ
લોકોએ સૂચન કર્યું છે કે મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ ઘટાડવા માટે પ્રયાસો કરવા જોઈએ. શિક્ષણ પર વધુ ધ્યાન આપવું જોઈએ. ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર વધુ ભાર મૂકવાની જરૂર છે. નવી શિક્ષણ નીતિનો અમલ ઝડપી બનાવવો જોઈએ. આ ઉપરાંત, આગામી બજેટમાં ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે સુધારા પર વધુ ભાર મુકવો જોઈએ.
વર્ષમાં બે વાર ઇન્ટર્નશિપ
કેટલાક લોકો સૂચવે છે કે ઉચ્ચ શિક્ષણમાં સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વાર ઇન્ટર્નશિપ ફરજિયાત કરવી જોઈએ, જેનાથી તેમને રોજગાર મળશે અને તેમની કાર્યશૈલીમાં મોટો ફેરફાર આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને ગામડાઓમાં સર્વે કરીને કચ્છના તમામ રસ્તાઓને પાકા રસ્તામાં રૂપાંતરિત કરવા વિસ્તૃત સ્વરૂપ આપવું જોઈએ, જેથી ગામડાઓમાં પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે.
10 ડિસેમ્બર સુધી સૂચનો આપી શકાશે
તમને જણાવી દઈએ કે, બજેટ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવે છે. લોકો 10 ડિસેમ્બર સુધી તેઓને કેવું બજેટ જોઈએ છે તે અંગે તેમના સૂચનો આપી શકે છે. લોકો અહીં ક્લિક કરીને તેમના સૂચનો આપી શકે છે.
READ ALSO
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા