GSTV
Gujarat Government Advertisement

શું વ્હીકલ્સના ભાવમાં થશે મોટો ઘટાડો! નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

Last Updated on February 2, 2021 by Pravin Makwana

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારના રોજ લોકસભામાં 2021-22 ની સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ દરમ્યાન તેઓએ અનેક મોટી જાહેરાત કરી હતી. નાણાંમંત્રીએ ઑટો સેક્ટર (Auto Sector) માટે વોલિયન્ટરી સ્ક્રૈપિંગ પોલિસી (Voluntary Scrappage Policy) ની જાહેરાત કરી છે. જેને લઇને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ જણાવ્યું કે, ‘સ્ક્રેપિંગ પોલિસીથી વાહનોના ભાવ ઓછાં થશે.’

વાહનોનો ખર્ચ ઘટશે

નીતિન ગડકરીએ જણાવ્યું કે, ‘સ્ક્રેપિંગ પોલિસીથી વાહનોનું રિસાઇકલિંગ થશે અને તેનાથી તેના પાર્ટનો ખર્ચ પણ ઘટશે. ગડકરીએ એમ પણ જણાવ્યું કે, વાહનો માટે હાઇડ્રોજન ફ્યુલના વિકલ્પની શોધ કરવામાં આવી રહી છે. તેમનું કહેવું હતું કે, આવનારા દિવસોમાં ભારત ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે.’

સ્ટીલની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાની અસર

નીતિન ગડકરીએ જણાવ્યું કે, ‘સ્ટીલની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાની અસર સકારાત્મક હશે. આ પોલિસીથી ઑટો સેક્ટરને ફાયદો થશે અને પોપ્યુલેશનના સ્તરને ઓછું કરવામાં પણ મદદ મળશે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, ‘ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાથી સ્ટીલની વધતી જતી કિંમતો પર લગામ લાગશે.’ તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘MSME સેક્ટરની ફાળવણી બે ગણી થઇ ગઇ છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, 40 કિમી દરરોજ માર્ગ નિર્માણનું લક્ષ્ય પણ પૂર્ણ કરવામાં આવશે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપવામાં આવી છે. માર્ગ નિર્માણમાં તમામ રાજ્યોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

સ્ક્રેપિંગ પોલીસીનો જ ઇંતેજાર હતો

ઓટો સેક્ટર માટે વોલિયન્ટરી સ્ક્રૈપિંગ પોલિસી (Voluntary Scrappage Policy) ની ઘણા સમયથી લોકો રાહ જોઇ રહ્યાં હતાં. હવે ખાનગી વાહન 20 અને વ્યાવસાયિક વાહન 15 વર્ષ બાદ રસ્તાઓ પર નહીં આવી શકે. તમને જણાવી દઇએ કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણની આ જાહેરાત બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતિ, બજાજ ઓટો અને અશોક લીલેંડના શેરોમાં 2 ટકાનો ઉછાળો આવશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

મ્યૂકોર માઈસીસ : રૂપાણી સરકાર ખરીદશે 5000 ઈન્જેક્શન, રોગના લક્ષણો અને જાણી લો કઈ દવાઓથી આ મટશે

Pritesh Mehta

ઓક્સિજન કન્સેન્ટ્રેટર નહીં ઓક્સિજન જનરેટર : 2500 રૂપિયાના વાયુપુત્ર માટે થઈ રહી છે પડાપડી, 45 હજાર રિકવેસ્ટ આવી

Pritesh Mehta

કોરોના ઈફેક્ટ : ડામાડોળ અર્થતંત્ર વચ્ચે એપ્રિલમાં 22 ટકા લોકો નથી ભરી શક્યા માસિક હપ્તો, બેન્કો ભરાઈ જશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!