બજેટ 2021માં સરકાર પેટ્રોલ અને ડિઝલમાં એડિશનલ કોવિડ સેસ લગાવવાની તૈયારીમાં હોવાના અહેવાલ વહેતા થયા છે. એક રિપોર્ટ અનુસાર સરકાર બજેટમાં પેટ્રોલ અને ડિઝલ પર 1 રૂપિયો કોવિડ સેસ તરીકે લગાવવાની તૈયારીમાં છે. આમ જ હાલ પેટ્રોલ અને ડિઝલના ભાવ ઓલટાઈમ હાઈ ચાલી રહ્યાં છે. મુંબઈમાં પેટ્રોલ 92 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે પહોંચી ચૂક્યું છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 83 આસપાસ ચાલી રહી છે.
સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. એવું મનાય છે કે, આ વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ 60-65 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સરકારની તિજોરી ખાલી છે અને કમાણી પણ ઘણી ખરાબ અસર થઈ છે. એવામાં ક્યાંકને ક્યાંકથી એડિશનલ ફંડ ભેગું કરવું પડશે. એક રિપોર્ટમાં સૂત્રોએ જણાવ્યું કે, પેટ્રોલ અને ડિઝલ પર કોવિડ સેસ અંગે સહમતિથી નિર્ણય લેવાય ગયો છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાંકીય વર્ષ એટલે 2020-21 માટે સરકારે હેલ્થ અને એજ્યુકેશન સેસ થકી 26,192 કરોડનું ફંડ ભેગું કરવાની બજેટમાં જોગવાઈ કરી હતી.
વિવિધ વિકલ્પો પર થઈ રહી છે ચર્ચા
તાજેતરમાં એક અખબારની રિપોર્ટમાં કોરોના સેસ અંગે અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કોરોના સેસની જાહેરાત કરી શકે છે. સરકારે કોઈપણ સ્થિતિમાં પોતાની તિજોરી ફરી ભરવી જરૂરી છે. કોરોના સેસ તે દિશામાં એક પગલું છે. જોકે આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. ઈન્ડસ્ટ્રીના લોકોએ સરકારને અપીલ કરી છે કે, આ બજેટમાં ટેક્સ રેટ વધારી નવા ટેક્સ લાગુ કરવા માટે વિચારે નહીં. હાલ અર્થવ્યવસ્થા પહેલા જ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહી છે. એવામાં એડિશનલ ટેક્સનો બોજ આ ગતિને વધુ નબળી કરી શકે છે. આ જ કારણે કોરોના સેસ અંગે ચર્ચા થઈ રહી છે. એવું મનાય છે કે, આ ટેક્સ વધુ ઈનકમવાળા લોકો પર લગાવી શકાય છે. એ પણ શક્ય છે કે, તેને કસ્ટમ ડ્યૂટી કે પછી પેટ્રોલ-ડિઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટી તરીકે લાગુ કરવામા આવે.
ઘણા રાજ્યોમાં આ પ્રકારના સેસ લાગુ કરાયા છે
ઘણા રાજ્યોમાં આ પ્રકારના સેસની જાહેરાત પહેલાથી જ થઈ ચૂકી છે. રાજ્યોની કમાણીનો મુખ્ય ભાગ જીએસટી છે. કોરોના બાદ જીએસટી કલેક્શનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એવામાં ઘણા રાજ્યોએ ફંડ ભેગું કરવા માટે સેસની જાહેરાત કરી છે. ઝારખંડમાં ખનિજ પદાર્થ પર કોવિડ સેસ લાગુ કરાયો છે. જ્યારે પંજાબમાં દારુ પર ટેક્સ વધારાયો છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે દારૂ પર 70 ટકા કોરોના સેસ લાગુ કર્યો હતો. જૂન 2020માં તેને પરત લેવામા આવ્યો અને પછી વેટ વધારવામાં આવ્યું. આ મહામારી દરમિયાન દરેક પ્રકારના લોકોને અસર થઈ છે. આ કારણે, આર્થિક નિષ્ણાંતો ટેક્સ રેટ્સમાં કોઈ ફેરફાર ના કરવાની સલાહ આપી રહ્યાં છે. તેના સ્થાને કોવિડ સેસનો વિકલ્પનું સૂચન કર્યું હતું.
READ ALSO
- મુકેશ અંબાણીની સુરક્ષામાં બમણો વધારો: ધમકી ભરેલી ચિઠ્ઠી અને જીલેટીનનું નાગપુર કનેક્શન
- OTT પ્લેટફોર્મ પર બતાવામાં આવી રહી હતી અશ્લીલ ફિલ્મો, સરકારની ગાઈડલાઈંસથી ક્રાઈમ બ્રાંચ ખુશ
- સાવધાન/આ કંપનીઓ રોકાણ કરવા પહેલા કરી લો તપાસ, કેન્દ્ર સરકારની આ સલાહને નજરઅંદાજ ન કરવી
- કામનું/ ઑફિસના કામના કારણે શું તમારે પણ પાર્ટનર સાથે થાય છે બબાલ, વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં આ રીતે જાળવી રાખો રિલેશનશીપ
- ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન