GSTV

બજેટ 2021 : ઘરોની માંગ વધારવા માટે ટેક્સ છૂટની સમય મર્યાદા વધારે સરકાર, રોકાણકારોને મળે છૂટ

ટેક્સ

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ખરાબ રીતે પ્રભાવિત રિયલ એસ્ટેટ સેક્ટરે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પાસે ટેક્સ છૂટની મર્યાદા વધારવાની માંગ કરી છે.

રિયલ્ટી કંપનીઓના સંગઠન ક્રેડાઈએ ઉપાય આપ્યો કે, આવાસ ઋણની ચૂકવણી પર આવક અધિનિયમની કલમ 80 સી હેઠળ મળનારી છૂટની સમય મર્યાદા વધારવામાં આવે. સાથે જ આવાસ ઋણની મૂળ રકમની ચૂકવણી પર અલગથી છૂટનો ઉપાય આપ્યો છે.

ઘરોની કિંમતનાં 90 % લોન મળે

રિયલ એસ્ટેટ ક્ષેત્રના નારેડકોએ સસ્તા ઘરની કિંમતના 90 % સુધીની લોનની સુવિધા આપવા અને મકાનોને પ્રોત્સાહન કરવા ભાડાની આવક પર 50 % સુધીનો કર રાખવાનું સૂચન કર્યું છે. નારેડકોના રાષ્ટ્રીય અધ્યક્ષ નિરંજન હીરાનંદાનીએ કહ્યું કે, આવાસની રકમના વ્યાજમાં ઘટાડાને કાયદો 1961ની કલમ 24 હેઠળ બે લાખ રૂપિયાથી વધારી 5 લા રૂપિયા કરવી જોઈએ. તેમજ 30 લાખ રૂપિયા રૂપિયા સુધીના ઘરો માટે લોનની રકમ સાથે LYV વધારી 90 % કરવામાં આવે.

આવાસીય પ્રોજેક્ટમાં 100 % FDIની મંજૂરી

JLL (ઈન્ડિયા)ના CEO અને કંટ્રી હેડ રમેશ નાયરે જણાવ્યું કે, હાલના દિવસોમાં સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને પાટા પર લાવવા માટે અનેક પગલાઓ ઉઠાવ્યા છે. હવે બજેટમાં નાણાં મંત્રીને આવાસીય પ્રોજેક્ટમાં ઓટોમેટિક રૂટથી 100 % FDIની મંજૂરી આપવી જોઈએ. આ સાથે જ રિયલ એસ્ટેટ સેક્ટરને ઈન્ડસ્ટ્રી સ્ટેટસ આપવું જોઈએ. જેનાથી લોન સહિત બીજી સુવિધાઓ મળી શકે. પ્રોપર્ટી પર ચૂકવવા પાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટની અનુમતી આપે.

નિર્માણાધિન ઘરો પણ GST ઘટાડવામાં આવે

રિયલ એસ્ટેટ કંપની અંતરિક્ષ ઈન્ડિયાના CMD રાકેશ યાદવે કહ્યું કે, અંડર કન્સ્ટ્રક્શન ઘરો પર નાણાંમંત્રીએ GST ઘટાડીને ઘર ખરીદારોને રાહત આપવાનું એલાન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, હાલ 5% GST લગાવવામાં આવે છે. થોડા મહિનાઓ માટે અંડર કંસ્ટ્રક્શન ઘર પર દરે 0 % કરવું જોઈએ. તેનાથી ઘરોની માંગ વધારવામાં મદદ મળશે. અને લોકોને સસ્તા ઘર પણ મળી શકે. તેનાથી આ સેક્ટરમાં લાખોની સંખ્યામાં રોજગારના અવસર પણ ઉપલબ્ધ થશે. કારણ કે, ઘરોની માંગ વધારવાથી નવા પ્રોજેક્ટ લોન્ચ થશે. આ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ કરશે.

રોકાણકારોને મળશે છૂટ

સંપત્તિ મામલે વિશેષજ્ઞ અને સલાહકાર, પ્રદીમ મિશ્રાએ જણાવ્યું કે, ભારતમાં રિયલ એસ્ટેટમાં સેક્ટરમાં વિદેશી રોકાણકારોને વધુમાં વધુ આકર્ષિત કરવાની જરૂરત છે. એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવાની જરૂરત છે જ્યાં રોકાણકારોને પ્રોત્સાહન મળે, જેનાથી વધુમાં વધુ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવામાં આવે. આના માટે નિયમને સરળ બનાવવાની જરૂરત છે. તેના માટે રિયલ એસ્ટેટને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો દરજ્જો આપવાની જરૂરત છે. તેનાથી આખા સેક્ટરની હાલત બદલી શકે છે. કારણ કે આનાથી ઓછા દરો પર ફંડ્સ પ્રાપ્ત કરવામાં મદદ મળશે. અને સેક્ટરના દરેક ભાગને લાભ થશે. તેનાથી આ સેક્ટરમાં રોકાણ પણ વધશે.

છૂટ મળવાથી લોકો રોયલ્ટીમાં રોકાણ કરશે

વિશેષજ્ઞોનું કહેવું છે કે વધુ પડતા લોકો હાઉસિંગ લોન લઈને ઘર ખરીદે છે. અને લોનમાં પોતાની મહેનતની કમાણી ચૂકવે છે. હોમ લોનની મૂળ રકમ અને વ્યાજ પર વધુ છૂટ મળવાથી લોકોને ખરીદીની ક્ષમતા વધશે. જેનાથી રિયલ એસ્ટેટ સેક્ટરને વેગ મળશે અને અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે.

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!