GSTV

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

કોરોના સામે દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઈ ચુકી છે. મહામારીનો સામનો કરવા માટે થયેલા આ વધારાની ખર્ચને સરભર કરવા માટે મોદી સરકાર કોરોના સેસ લગાવવાની શક્યતાઓ પર વિચારણાં કરી રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે વેક્સિનના ખર્ચાની ભરપાઈ કરવા માટે સરકાર સામાન્ય બજેટમાં વેક્સિન સેસ લગાવી શકે છે. એવું એટલા માટે કારણ કે મહામારીના  કારણે સરકારની રેવન્યૂને મોટી અસર પડી છે અને ડિફેન્સ જેવા મહત્વપૂર્ણ સેક્ટરમાં વધારે ફંડ ફાળવવાની માંગ ઉઠી રહી છે.

આર્થિક ગતિવિધિઓ વધારવા માટે સરકાર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધારે રોજગારી આપનારા ક્ષેત્રો પર વધારે ખર્ચ કરવાનું પણ દબાણ છે. તેનાથી સરકારી તિજોરી પર બોજો પડશે. વેક્સિનનો ખર્ચ પીએમ કેયર્સ ફંડ ઉઠાવશે.

લોકડાઉન દરમિયાન ટેક્સ અધિકારીઓએ સુચન આપ્યું હતું કે ટેક્સ ડેફિસિટની ભરપાઈ કરવા માટે સરકાર આવક પર સેસ કે સરચાર્જ લગાવી શકે છે. અત્રે નોંધનીય છે કે, સરકારે નુંકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી. આ સાથે રાજ્યોએ પણ દારુ પર એક્ઝાઈઝ ડ્યૂટી વધારી દીધી હતી.

સત્તરમી લોકસભાનું પાંચમું સત્ર 29મી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે અને સત્રનું સમાપન આઠ એપ્રીલે થવાની શક્યતા છે. ગૃહ શરૂ થતાં પહેલા રાષ્ટ્રપતિ પણ સવારે 11 વાગ્યે સંસદના બંન્ને ગૃહોને એક સાથે સંબોધિત કરશે. જ્યારે કેન્દ્રીય બજેટ 1લી ફેબ્રુઆરીએ 11 વાગ્યે રજૂ કરવામાં આવશે.

READ ALSO

Related posts

ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ

Bansari

ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર

Mansi Patel

સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!