GSTV

બજેટ 2021: લક્ઝરી કાર કંપનીઓની સરકાર પાસે બજેટમાં ટેક્સમાં ઘટાડો કરવા માંગ

ટેક્સ
લક્ઝરી કાર કંપની મર્સિડીઝ બેન્ઝ, ઓડી અને લેમ્બોર્ગિનીને અપેક્ષા છે કે સરકાર આવનારા સામાન્ય બજેટમાં વાહનો પરના ટેક્સમાં ઘટાડો કરશે. આ કંપનીઓનું કહેવું છે કે, ઉચા ટેક્સના કારણે પ્રીમિયમ કારનું માર્કેટ આગળ વધતું નથી. કોરોના વાયરસ રોગચાળાના કારણે પણ વાહનોને ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
આ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, જો લક્ઝરી કાર પર ટેક્સ વધારવામાં આવે તો તેની માંગને અસર થશે અને આ ક્ષેત્ર ગત વર્ષે શરૂ થયેલી અડચણોને પાર કરી શકશે નહીં. મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ (સીઈઓ) માર્ટિન શ્વેંકે કહ્યું કે, જે કંઈપણ આ ક્ષેત્રની માંગને અસર કરે છે, તેનાથી આપણે બચવું જોઈએ, કારણ કે અંતે તે સમસ્યાઓનું કારણ બનશે.
તેમને પૂછવામાં આવ્યું હતું કે, આગામી બજેટમાં ટેક્સના કાર મોરચે કંપની સરકાર પાસેથી શું અપેક્ષા રાખે છે. વાહનો પર ટેક્સ ઘટાડવાની માંગ કરતા શ્વેંકે કહ્યું કે, આ ક્ષેત્ર પરનો ટેક્સ દર પહેલેથી જ ખૂબ ઉંચો છે. આવક શુલ્કથી લઈ માલ અને સેવા કર (GST) સુધીની આયાત ડ્યુટીથી લઈને લક્ઝરી કાર્સનો સેસ 22 % સુધી છે. હું માનું છું કે અમારું લક્ષ્ય આ ક્ષેત્રના વિકાસને ટેકો આપવાનો અને ટેક્સ ઘટાડવાનો હોવો જોઈએ. આપણે તેમાંથી કોઈ રસ્તો શોધી કાઢવો જોઈએ.
આ રીતનો અભિપ્રાય વ્યક્ત કરતાં ઓડી ઇન્ડિયાના વડા બલબીરસિંહ ઢીલ્લોને કહ્યું કે, લક્ઝરી કાર માર્કેટ હજી પણ કોવિડ -19 ને કારણે થતી અડચણોમાંથી બહાર આવી રહ્યું છે. આગળ આ ક્ષેત્ર માટે અનેક પડકારો છે. તેમણે કહ્યું, એક પડકાર એ છે કે લક્ઝુરિયસ કાર પર ઉંચો ટેક્સ છે. આ એક પડકાર છે કારણે કે, દેશની લક્ઝરી કાર બજાર કુલ વાહન બજારના એક % જેટલો છે. છેલ્લા વર્ષે એટલે કે 2020માં તે સંભવત. 0.7 થી 0.8 % થઈ ગયો છે. ઉંચા ટેક્સએ સૌથી મોટો પડકાર છે.

લમ્બર્ગિની ઈન્ડિયાના પ્રમુખ શરદ અગ્રવાલે કહ્યું કે, સુપર લક્ઝરી ખંડને સરકારથી નિરંતરતા કાયમ રાખવાની આશા છે. આ ખંડને 2020માં ઘણું નુકશાન થયું છે. અગ્રવાલે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે 2021માં આ ક્ષેત્ર ઓછામાં ઓછું 2019ના સ્તર પર પહોંચી જાય. અમે અત્યારે વધારાની આશા નથી કરી રહ્યા. જો લક્ઝરી કાર પર કર વધે છે તો આ ક્ષેત્રમાં ઘણો નકારાત્મક પ્રભાવ પડશે.

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!