GSTV

BUDGET 2021/ બજેટની આ 5 જાહેરાત જેની સીધી અસર થશે તમારા ખીસ્સા પર, જાણો ક્યાં થયો ફાયદો-નુકશાન

બજેટ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સાંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ નવા દાયકાનું પ્રથમ બજેટ છે. બજેટમાં નાણાંમંત્રીએ અનેક સેક્ટરમાં મહત્વની ઘોષણા કરી છે. કૃષિથી લઈને હેલ્થ સેક્ટરમાં એવી જાહેરાતઓ થઈ જેનો ફાયદો આમ જનતાની સાથે સેક્ટરને પણ થાય. આ બજેટમાં તમારું ખીસ્સું અને જમા પર પણ મોટી અસર પડશે. અનેક જગ્યાએ તમને ફાયદો મળી શકે છે. તો ક્યાંક નુકશાન પણ થઈ શકે છે. આવો જાણીએ બજેટની 5 જાહેરાત જેનાથી તમને ફાયદો કે નુકશાન થઈ શકશે.

1. હવે  PF પર લાગશે ટેક્સ

પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરનારને મોટો ફાયદો થશે. નિર્મલા સીતારમણએ જાહેરાત કરી કે, હવે એક નાણાંકિય વર્ષમાં માત્ર 2.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવા પર ટેક્સમાં છૂટનો લાભ મળશે. મતલબ કે, તેમાં વધુ રોકાણ કરવામાં આવે તો વ્યાજથી કમાણી ટેક્સના વિસ્તારમાં આવશે. વર્તમાનમાં PF પર ઈન્ટ્રસ્ટ ઈનકમ સંપૂર્ણ ટેક્સ ફ્રી છે. આ નિયમ અનુસાર, જો કોઈ કન્ટ્રીબ્યૂટરે PFમાં વાર્ષિક 2.5 લાખથી વધુ રોકાણ કર્યું છે તો એડિશનલ રોકાણ પર ઈન્ટ્રેસ્ટથી જે ઈનકમ થાય તે ટેક્સના દાયરામાં આવશે.

2. હોમ લોન ગ્રાહકોને રાહત

નાણાંમંત્રીએ ઘોષણા કરી કે સસ્તા મકાનની ખરીદી માટે હોમ લોનના વ્યાજ પેમેંટ પર 1.5 લાખ રૂપિયા સુધીના અતિરિક્ત ટેક્સ ડિડક્શનને વધુ એક વર્ષ માટે વધારવાનો પ્રસ્તાવ છે. નિર્મલા  સીતારમણે સેક્શન 80EEA હેઠળ ઈન્ટરેસ્ટ પર મળતી 1.5 લાખ સુધીની એડિશનલ છૂટની મર્યાદાને 1 વર્ષ માટે વધારાઈ છે. આ સ્કીમનો ફાયદો 31 માર્ચ 2022 સુધી લઈ શકશો. આ પહેલા આ સ્કીમની સમય મર્યાદા 31 માર્ચ 2021ના રોજ સમાપ્ત થતી હતી.

3. ULIP પર ટેક્સ

ULIPમાં જો તમે વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુ પ્રીમિયમ ભરો છો તો સેક્શન 10 હેઠળ ઉપલબ્ધ ટેક્સ એક્ઝેપ્શન હટાવવામાં આવશે. આ નિયમ વર્તમાન યુલિપ પર લાગૂ થશે નહીં. માત્ર આ વર્ષે એક ફેબ્રુઆરી બાદ વેચવામાં આવેલી પોલિસીઓ પર પ્રભાવિ થશે.

4. સીનિયર સિટીઝનને નહીં ફાઈલ કરવું પડે ITR

સરકારે બજેટમાં 75 વર્ષથી ઉપરના વૃદ્ધોને રાહત આપી છે. બજેટમાં ઘોષણા થઈ કે 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો જે માત્ર પેંશન અને  જમા રકમથી મળતા વ્યાજ પર નિર્ભર છે. તેમને ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ કરવાની જરૂર નથી. ચૂકવણીકર્તા બેંક તેમની આવક પર આવશ્યક ટેક્સની કપાત કરી લેશે. જો કે, આ લાભ માટે જરૂરી છે કે પેન્શન અને વ્યાજની આવક એક જ બેંકમાં આવે.

5. કેપિટલ ગેન પર વધુ એક વર્ષ નહીં ભરવું પડે ટેક્સ

ટેક્સપિયર્સના કેપિટલ ગેન પર એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ માટે રોકાણકારોને આકર્ષિત કરવાના હેતુથી કેપિટલ ગેન પર ટેક્સ હોલિડેને 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સ હોલિડેને એક વર્ષ માટે વધારી દીધો છે. હવે તેની ડેડલાઈન 31 માર્ચ 2022 સુધી કરવામાં આવશે. પ્રથમ આ ડેડલાઈન 31 માર્ચ 2021ના સમાપ્ત થઈ રહી હતી.

READ ALSO

Related posts

કેવડિયામાં ‘કમલમ’ ખીલવવા સરકારે બજેટમાં ફાળવ્યા 15 કરોડ, આટલા વિસ્તારમાં થશે વાવેતર

Pritesh Mehta

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

Mansi Patel

મોરબી અને ગોધરાને મળી આ ભેટ/ કોરોનાકાળમાં આ મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાયું, થઈ ગયાં બખ્ખાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!