1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઇ રહેલા 2021-22ના બજેટમાં સરકારના કૃષિ દેવાનું લક્ષ્ય આશરે 19 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવા આ પગલાં લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે ચાલુ નાણાંકીય વર્ષ માટે કૃષિ દેવાનું લક્ષ્યાંક 15 લાખ કરોડ નક્કી કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર દર વર્ષે કૃષિ ક્ષેત્ર માટેની દેવાના લક્ષ્યાંકમાં વધારો કરી રહી છે અને આ વખતે પણ લક્ષ્યાંક 2021-22 સુધીમાં વધારીને 19 લાખ કરોડ રૂપિયા થવાની શક્યતા છે.

2016-17ના નાણાંકીય વર્ષમાં રૂ. 10 લાખ 6.6 કરોડ કરોડના પાકના દેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું
નાણામંત્રી નિર્મલા સીતારામને 2020-21ના બજેટની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) અને સહકારી મંડળ કૃષિ ધિરાણની જગ્યામાં સક્રિય છે. નાબાર્ડ રિફાઇનાન્સ યોજનાનો વધુ વિસ્તરણ કરવામાં આવશે. વર્ષ 2020-21 માટે કૃષિ દેવાનું લક્ષ્યાંક 15 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ જ રીતે, 2016-17ના નાણાંકીય વર્ષમાં રૂ. 10 લાખ 6.6 કરોડ કરોડના પાક દેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે રૂ. 9 લાખ કરોડના કૃષિ દેવાના લક્ષ્યાંક કરતા વધારે હતું.
તમને જણાવી દઇએ કે, ઉચ્ચ કૃષિ ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે ક્રેડિટ એક મહત્વપૂર્ણ સાધન છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘સંસ્થાકીય દેવાથી ખેડૂતોને બિન-સંસ્થાકીય સ્રોતોમાંથી લોન લેવામાં મદદ કરશે કે જ્યાં તેઓ વ્યાજના દરે ઉધાર લેવા માટે મજબૂર છે. સામાન્ય રીતે કૃષિ દેવા પર 9 ટકા વ્યાજ દર ચુકવવો પડે છે. જો કે, સસ્તા દરે ટૂંકા ગાળાની કૃષિ દેવું પ્રદાન કરવામાં અને કૃષિ ઉત્પાદનને વેગ આપવા માટે સરકાર વ્યાજ સબવેશન આપી રહી છે.

ખેડૂતોને દર વર્ષે 7 ટકાના અસરકારક દરે 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન મળી શકે
સરકાર 2 ટકા વ્યાજ સબસિડી આપી રહી છે જેથી ખેડૂતોને દર વર્ષે 7 ટકાના અસરકારક દરે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન મળી શકે. ખેડૂતોને નક્કી કરાયેલી તારીખની અંદર જ દેવાની ઝડપી ચુકવણી માટે 3 ટકાનું વધારાનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેનાથી અસરકારક વ્યાજ દર 4 ટકા થઇ ગયું છે.
READ ALSO :
- મોદી સરકાર માટે રાહત/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પર મૂક્યો ભરોસો, હવે આવો રહેશે નવો વિકાસદર
- સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો