GSTV
Home » News » Budget 2020: બજેટ પહેલા કરદાતાઓને આપ્યો ઝટકો, આ કારણે ટેક્સમાં કપાતના વિકલ્પો રહેશે સીમિત

Budget 2020: બજેટ પહેલા કરદાતાઓને આપ્યો ઝટકો, આ કારણે ટેક્સમાં કપાતના વિકલ્પો રહેશે સીમિત

વર્તમાન સમયમાં અર્થ વ્યવસ્થામાં ચાલી રહેલી મંદીને કારણે ચાલુ નાણાકિય વર્ષમાં ટેક્સમાંથી પ્રાપ્ત થતી સરકારી આવક લક્ષ્યની તુલનામાં 2 લાખ કરોડ રૂપીયા ઓછી રહી છે. જે કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણની પાસે બજેટમાં વ્યક્તિગત ટેક્સમાં કપાતની વિકલ્પો ઓછા થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચાલુ નાણાકિય વર્ષમાં વ્યક્તિગત ટેક્સ અને કોર્પોરેટ ટેક્સમાંથી પ્રાપ્ત થતી સરકારી આવકની તુલનામાં લગભગ 1.5 લાખ કરોડ રૂપીયા ઓછો રહ્યો છે. તે સિવાય અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી મંદીના કારણે, માલ અને સેવા ટેક્સથી પ્રાપ્ત થતો અપ્રત્યક્ષ ટેક્સ સરકારી આવકથી 50 હજાર કરોડ રૂપીયા ઓછો રહ્યો છે.

નિર્મલા સીતારમણે મંદીમાં રહેલી અર્થવ્યવસ્થાને તેજી આપવા માટે વર્ષ 2019ના સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેટ ટેક્સમાં કપાત કરવાની જાહેરાત કરી હતી. તેથી આશા વર્તાઈ રહી હતી કે, બજેટમાં વ્યક્તિગત ટેક્સ માટે પણ આ પ્રકારની રાહત આપવાની જાહેરાત કરી શકે છે, પરંતુ ટેક્સમાંથી પ્રાપ્ત થતી રાજકિય આવક ઓછી રહેવાની આશંકા અને સરકારના વિનિવેશના લક્ષ્યાંકથી દૂર રહેવાને કારણે ટેક્સ મળવાના વિકલ્પો સીમિત થઈ ગયા છે.

કોર્પોરેટ ટેક્સના દરોમાં છેલ્લા 28 વર્ષમાં કરવામાં આવેલ કપાતને કારણે સરકારી તિજોરી પપ 1.45 લાખ કરોડ રૂપીયાનો બોજો પડ્યો છે. તે સિવાય સરકારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર તથા ઘરેલું સંસ્થાગત રોકાણકારના લાંબા ટૂંકા ગાળાની મૂડી આવક પર સરપ્લસ પાછા ખેંચવાની પણ જાહેરાત કરી હતી. જેથી સરકારી તિજોરી પર 1,400 કરોડનું દબાણ આવ્યું છે.

પૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગ સહિત કેટલાંક નિષ્ણાતોએ સંકેત આપ્યા છે કે, પ્રાપ્ત રાજકિય આવકનું લક્ષ્ય 2 થી 2.5 લાખ કરોડથી ઓછું રહી શકે છે. તેમણે તાજેતરમાં જ એક બ્લોગમાં કહ્યું હતું કે, ટેક્સ આવકના દૃષ્ટિકોણથી 2019-20 એક ખરાબ નાણાકીય વર્ષ સાબિત થયું છે. 2.5 લાખ કરોડ રૂપિયા (GDPના 1.2 ટકા) કર આવક સંગ્રહના લક્ષ્યાંક કરતા ઓછા થવાની ધારણા છે.

READ ALSO

Related posts

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની કૃતિઓને ચોખાના દાણા વડે કંડારવામાં આવશે

Nilesh Jethva

મોદીની લાલજાજમ છતાં ટ્રમ્પ કેમ છે નારાજ, જાણો ભારતનો કયા મામલે અમેરિકા સાથે ચાલી રહ્યો છે ખટરાગ

Mansi Patel

ગુજરાતમાં આ ક્ષેત્રના 2 લાખ મજૂરો ઉતરશે હડતાલ પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!