GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

BUDGET 2020: અહીં સમજો, અર્થવ્યવસ્થામાં રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શનિવારે રજૂ કરેલાં બજેટ મુજબ, 2020-21 દરમ્યાન સરકાર માટે રૂપિયાની આવક-જાવકનો હિસાબ આ પ્રકારે છે.

રૂપિયો ક્યાંથી આવશેપૈસારૂપિયો ક્યાં જશેપૈસા
ઉધાર તેમજ જવાબદારી20કેન્દ્ર પ્રાયોજીત યોજનાઓ09
કોર્પોરેટ ટેક્સ18કેન્દ્ર ક્ષેત્રીય યોજનાઓ13
વ્યક્તિગત ઈનકમ17વ્યાજની ચૂકવણી18
માલ તેમજ સેવા કર18રક્ષા08
સીમા શુલ્ક04આર્થિક મદદ06
કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક07નાણા આયોગ તેમજ અન્ય સ્થાનાંન્તર10
કરવેરાનીઆવક10કર તેમજ શુલ્કોમાં રાજ્યોનો હિસ્સો20
બિનદેવા મૂડી06પેન્શન06
અન્ય વ્યય10
કુલ એક રૂપિયો કુલ એક રૂપિયો

નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ 10 ટકા રહેવાની ધારણા છે. તો સાથે જ, નાણામંત્રીએ નવા ટેક્સ દરોની જાહેરાત કરીને ઘણી મોટી જાહેરાતો કરી છે. બજેટ પછી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે બજેટ નવા અને આત્મવિશ્વાસપૂર્ણ ભારતની રૂપરેખા આપે છે, તે આવનારા વર્ષોમાં દેશને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવશે.

બજેટમાં તમામ વર્ગના કલ્યાણ અને વિકાસ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. તે જ સમયે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 માટે રજૂ કરાયેલ સામાન્ય બજેટ ખોખલું કહ્યુ હતું અને તેમાં કોઈ નક્કરતા નથી અને બેરોજગારી સામે લડવા માટે કશું કરવામાં આવ્યુ નથી. તેમણે સંસદ સંકુલમાં મીડિયાને કહ્યું, ‘મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મને તેમાં કોઈ વિચાર દેખાતો નથી જે રોજગાર પેદા કરવા માટેનો હોય. ગાંધીએ કહ્યું હતું કે, ઇતિહાસનું આ સૌથી લાંબું બજેટ ભાષણ હોઈ શકે છે, પરંતુ તેમાં કશું નક્કર નથી. આમાં જૂની વસ્તુઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

જાફરાબાદના દરિયાકિનારે એક નંબરનું સિગ્નલ લગાવ્યું, 800 જેટલી બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી

Nilesh Jethva

જૉર્ડ ફ્લૉઈડના મોત પર દિગ્ગજ માઈકલ જોર્ડનનું નિવેદન, કહ્યુ-હું ગુસ્સામાં છું

Mansi Patel

1962ના યુદ્ધ સમયે જેવી ગ્રહદશા હતી એવી ફરી 21 જૂને છે : યુદ્ધ થશે તો કોણ હારશે કોણ જીતશે, જાણો જ્યોતિષ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!