GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

BUDGET 2020: બજેટમાં વિઝન અને એક્શન છે, આ છે જન-જનનું બજેટ- PM નરેન્દ્ર મોદી

PM મોદી

નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે સંસદમાં 2020 નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સમાજના લગભગ દરેક વર્ગ માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આ બજેટને જન જનનું બજેટ (Jan Jan Ka Budget)ગણાવ્યું છે. બજેટ બાદ પોતાના સંબોધનમાં વડા પ્રધાને કહ્યું કે બજેટમાં ખેડૂતથી માંડીને વિદ્યાર્થી, મહિલાથી લઈને ઉદ્યોગપતિઓને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, ‘હું આ દાયકાના પ્રથમ બજેટ માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણ જી અને તેમની ટીમને અભિનંદન આપું છું, જેમાં વિઝન પણ છે  અને એક્શન પણ છે.’

પ્રધાનમંત્રીએ કહ્યું કે બજેટમાં જાહેર કરાયેલા નવા સુધારા અર્થતંત્રને વેગ આપવા, દેશના દરેક નાગરિકને આર્થિકરૂપે સશક્તિ કરવા અને આ દાયકામાં અર્થતંત્રનો પાયો મજબૂત કરવાનું કામ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રોજગારના મુખ્ય ક્ષેત્રો કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઈલ અને ટેક્નોલોજી છે. રોજગાર ઉત્પન્ન કરવા માટે આ બજેટમાં આ ચારેય પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે.

ખેડૂતોની આવક થશે બમણી

ખેતીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરવાના પ્રયાસોની સાથે 16 એક્શન પોઇન્ટ બનાવવામાં આવ્યા છે જે ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર વધારવાનું કામ કરશે.

તેમણે કહ્યું હતું કે બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે એક Integrated approach અપનાવવામાં આવ્યો છે, જે પરંપરાગત પદ્ધતિઓની સાથે બાગાયત, મત્સ્યોદ્યોગ, પશુપાલનમાં વેલ્યૂ એડિશન કરશે અને રોજગાર પણ વધારશે. બ્લુ ઇકોનોમી હેઠળ યુવાનોને ફિશ પ્રોસેસિંગ અને માર્કેટિંગ ક્ષેત્રે પણ નવી તકો મળશે.

ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને બૂસ્ટ

વડા પ્રધાને કહ્યું કે ટેક્નિકલ ટેક્સટાઇલ માટે નવા મિશનની જાહેરાત કરવામાં આવી છે. મેનમેઇડ ફાઇબરને ભારતમાં ઉત્પન્ન કરવા માટે તેના રૉ મટિરિયલના ડ્યૂટી સ્ટ્રક્ચરને સુધારવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દાયકાથી આ સુધારાની માંગ હતી.

સ્વસ્થ ભારત

પીએમ મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત યોજનાથી દેશના આરોગ્ય ક્ષેત્રે નવું વિસ્તરણ થયું છે. આ ક્ષેત્રમાં, માનવ સંસાધનો – ડોકટરો, નર્સો, એટેન્ડન્ટ્સની સાથે જ મેડિકલ ડિવાઇસીસ મેન્યુફેક્ચરિંગ માટે ઘણી તક છે. તેને વધારવા માટે સરકાર દ્વારા નવા નિર્ણયો લેવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

મલાઈકા અરોરાની મદમસ્ત Selfiesએ લોકોને કર્યા દિવાના, ફૅન્સે પુછ્યુ- અર્જુન ક્યાં છે?

Mansi Patel

અમદાવાદ : પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાને કર્યો આપઘાતનો પ્રયાસ, PSI સહિત ત્રણ પોલીસકર્મી પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીને સરહદે આ ફાયટર જેટ્સ ખડકી ભારતનું વધાર્યું ટેન્શન, હવે ભારતે પણ ફાયટર જેટને સ્ટેન્ડ બાય પર મૂક્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!