GSTV
Home » News » Budget 2020: મોદી સરકાર EPFO કર્મચારીને કરશે ખુશ, હવે પેન્શનની તિજોરીમાં થશે વધુ બચત

Budget 2020: મોદી સરકાર EPFO કર્મચારીને કરશે ખુશ, હવે પેન્શનની તિજોરીમાં થશે વધુ બચત

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની એમ્પ્લોય પેન્શન સ્કીમ હેઠળ આવાનાર કર્મચારીઓને બજેટમાં 2020માં સારા સમાચાર મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ EPS હેઠળ ન્યૂનતમ પેન્શન રાશિ વધારવાની જાહેરાત કરી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, સાથે જ ટલ પેન્શન યોજનાની સમયમર્યાદા વધારવા અને નવી પેન્શન સ્કીમમાં વધારે છુટ આપવાની પણ જાહેરાત કરી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2020-21ના રોજ બજેટ જાહેર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ વખત છે કે, બજેટ શનિવારે જાહેર થશે.

શ્રમિક સંગઠનોને ન્યૂનતમ પેન્શન 5 હજાર આપવાનો પ્રસ્તાવ


શ્રમિક સંગઠનોનું કહેવું છે કે, સરકાર જ્યારે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ અને વેપારીઓ માટે 3 હજાર રૂપીયા સુધીનું પેન્શન આપવાની જોગવાઈ કરી શકે છે તો, સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને તેના કરતા ઓછું પેન્શન આપવાનું કોઈ મતલબ નથી. શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંઘના મહાસચિવ બ્રજેશ ઉપાધ્યાયએ કહ્યું છે કે, અને કેન્દ્ર સરકારને EPS હેઠળ ન્યૂનતમ પેન્શન રાશિ 1 હજાર રૂપીયા વધારીને 5 હજાર રૂપિયા પ્રતિમાસ કરવાની દરખાસ્ત કરી છે. જો કે, આ વખતના બજેટમાં ન્યૂનતમ પેન્શન વધારવાની આશા વર્તાઈ રહી છે.

રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિએ 7.500 રૂપીયા પ્રતિમાસ કરવાનો પ્રસ્તાવ આપ્યો


કર્મચારીઓની પેન્શન વધારવાની માંગ કરી રહેલ રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના અધ્યક્ષ કમાંડર અશોક રાઉતે કહ્યું હતું કે, અમે શ્રમ મંત્રી સાથે મુલાકાત કરી EPS હેઠળ આવતા કર્મચારીઓની ન્યૂનતમ પેન્શન વધારી મોંઘવારી ભથ્થાની સાથે 7,500 રૂપીયા મહિને કરવાની માંગ કરી છે. તેમણે દાવો કર્યો છે કે, કર્મચારીઓની ન્યૂનતમ પેન્શન વધારવાથી સરકાર પર વધારાનો બોજ પડશે નહી. તેમણે આ વિશે શ્રમ મંત્રીને પૂર્ણ અહેવાલ સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે પીએમ માનધન યોજના અને છોટે નાના વેપારીઓ માટે પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના ચલાવવામાં આવી રહી છે. આ બંને યોજનામાં લાભાર્થીઓને 60 વર્ષના ઉંમર બાદ દર મહિને 3-3 હજાર રૂપિયા માસિક પેન્શન આપવાની વ્યવસ્થા કરી હતી.

PFRDA એ NPSમાં 1 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવા પર છુટની ભલામણ કરી


પેન્શન કોષ નિયામક PFRDA એ પણ બજેટમાં નવી પેન્શન પ્રણાલી NPSમાં એક લાખ રૂપિયા સુધીના રોકાણ પર છુટ આપવાની ભલામણ કર હતી. હાલમાં વ્યક્તિગત કરદાતઓને આયકર કાનુન ધારા-80 CDC(1B) હેઠળ NPS પર 50 હજાર રૂપીયા સુધીના રોકાણ પર અતિરિક્ત ટેક્સ લાભ મળી શકે છે. તે સિવાય PFRDAને નાણા મંત્રાલયથી અટલ પેન્શન યોજના હેઠળ ઉંમર સીમા વધારીને 40 થી 60 કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. સાથે જ વર્તમાન અધિકતમ પેન્શન સીમા 5 હજાર રૂપિયા વધારીને 10 હજાર રૂપિયા માસિક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અટલ પેન્શન યોજનાનો લાભ 18 થી 40 વર્ષના લોકો લઈ શકે છે.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!