GSTV

મોબાઇલ ચાર્જરથી લઇને ફર્નિચર સુધીની આ 50 આયાતી વસ્તુઓ થશે મોંઘી, બજેટમાં થશે જાહેરાત

કેન્દ્રીય બજેટની સંસદમાં રજૂઆત આડે હવે ગણતરીના દિવસો બાકી છે સામાન્ય વર્ગ મોટી રાહત મળે તેવી અપેક્ષા રાખી રહ્યું છે જો કે તેમની આશા પૂર્ણ થવાની શક્યતા ઓછી છે. મોબાઇલ ફોન ચાર્જર, ફર્નિચર અને હાથથી બનેલી ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે કારણ કે સરકાર આગામી બજેટમાં આ ચીજોની આયાત જકાત વધારવાની તૈયારીમાં છે. જેમાંથી ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ ગુડ્સ, કેમિકલ અને હેન્ડિક્રાફ્ટ સામેલ છે. ચીનમાંથી લગભગ 56 અબજ ડોલરની સસ્તી આયાતથી ઘરેલુ ઉદ્યોગોને બચાવવા માટે સરકાર આ પગલું ઉઠાવશે.

સુત્રોનું કહેવું છે કે નાણાંપ્રધાન નિર્મલા સિતારમન બજેટમાં આની જાહેરાત કરી શકે છે. આ બજેટ પર દેશભરની નજર રહેશે. અર્થતંત્રમાં પ્રવર્તી રહેલી સુસ્તી દૂર કરવા માટે બજેટમાં ઘણી મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાતો થવાની અપેક્ષા છે. 

ઉંચી આયાત જકાતથી મોબાઇલ ફોન ચાર્જર, ઔદ્યોગિક કેમિકલ્સ, લેમ્પ, લાકડાંના ફર્નિચર, મીણબત્તી, જ્વેલરી અને હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ મોંઘી શકે છે.

આ નિર્ણયથી સ્માર્ટફોન બનાવતી કંપનીઓને માઠી અસર પહોંચી શકે છે. તેઓ હજી પણ ચાર્જર અને વાઇબ્રેટર મોટર તથા રિંગર જેવા અન્ય કમ્પોનન્ટની આયાત કરે છે. આઇડિયા જેવી દિગ્ગજ રિટેલ કંપનીઓ તેનાથી પ્રભાવિત થશે. આ કંપનીઓ ભારતમાં પોતાની હાજર વધારવા પ્રયત્નશીલ છે. 

સુત્રોના મતે જે ચીજોની આયાત જકાત વધી શકે છે તેમની યાદી તૈયાર કરી લેવાઇ છે. આયાત જકાતને 5 ટકાથી 10 ટકાની રેન્જમાં વધારી શકે છે. આ મામલે નાણાં અને વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓની એક સમિતિએ સલાહ આપી હતી.

અધિકારીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય બિન-જરૂરી આયાત પર અંકુશ મૂકવાનો છે. આયાત જકાતમાં વૃદ્ધિથી સ્થાનિક ઉત્પાદકોને સમાન તક મળશે. ચીનની સસ્તી આયાતથી તેમને નુકસાન પહોંચી રહ્યું છે તેની સામે રક્ષણ મળશે.

આયાતી વસ્તુઓ માટે ક્વોલિટી સ્ટાન્ડર્ડનો નિયમ

તે ઉપરાંત સરકાર આયાતી વસ્તુઓ પર ક્વોલિટી સ્ટાન્ડર્ડનો નિયમ લાગુ કરવા વિચારણા કરી રહી છે. દેશમાં આયાત કરાતી 10 ટકાથી પણ ઓછી ચીજવસ્તુઓ પર સુરક્ષા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંબંધિત નિયમો લાગુ કરાય છે. 

બજેટ પૂર્વે વેપાર મંત્રાલયે નાણાં મંત્રાલયને આયાતી વસ્તુઓ પર બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ (BAT) પણ લાગુ કરવાનું સુચન કર્યું છે. જેનાથી સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને સસ્તી આયાતની સમસ્યાથી બચાવી શકાશે.

Read Also

Related posts

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

pratik shah

લગ્નજીવનને કેવી રીતે બનાવશો રોમાંચક? કામ આવશે રિલેશનશિપ એક્સપર્ટની આ 5 સલાહ

Mansi Patel

અમેરિકાની ભરપાઈ કરશે બ્રિટન, WHOને મોટુ ફંડ દેવાની થઈ રહી છે તૈયારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!