GSTV

મોદી સરકારે ફરી RBI પાસે 10 હજાર કરોડ રૂપિયાની કરી માગ, લક્ષ્યાંક ચૂકતાં રૂપિયા ખૂટ્યા

કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે 10 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની માગ કરી છે. સરકાર નાણાકિય વર્ષ 2019-20માં મહેસૂલ વસૂલીના લક્ષ્યાંકને ચૂકી ગઈ છે. સરકાર આ ખૂટતા પૈસા આરબીઆઈ પાસે માગી રહી છે. સતત ત્રીજા વર્ષે મોદી સરકારે આ ડિવિડન્ડનો લાભ લીધો છે.

આરબીઆઈએ આ બાબતે કોઈ નિર્ણય લીધો નથી પણ 15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં આરબીઆઈની કેન્દ્રીય બોર્ડની બેઠકમાં સરકારની આ માગ બાબતે નિર્ણય લેવાઈ શકે છે.

આરબીઆઈએ ગત વર્ષે બેલેન્સશીટની ઓડિટ કરાવી હતી કારણ કે એ નક્કી થઈ શકે છે સરકારને કેટલું વચગાળાનું ડિવિડન્ડ આપી શકાય. મોદી સરકાર દર વર્ષે 10 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની માગ કરે છે. ગત વર્ષે આરબીઆઈએ 28 હજાર કરોડ રૂપિયાનો લાભ આપવાનો નિર્ણય લીધો હતો.

Related posts

BIG NEWS/ દિપીકા પાદુકોણનું નામ આવ્યુ સામે, ડ્રગ્સ કનેક્શનમાં અભિનેત્રીએ કરેલા ચેટમાંથી રહસ્યો ખુલ્યા

Pravin Makwana

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં Coronaનાં 1430 પોઝિટિવ લોકો સાથે 17નાં મોત, 1316 દર્દીઓ થયા સાજા

Mansi Patel

Breaking: મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબર, ઘઉં, ચણા અને રાઈના ટેકાના ભાવમાં થયો મોટો વધારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!