GSTV

Budget 2020: મોદી સરકાર ટેક્સમાં આપી શકે છે 5 રાહત, તમારા ખિસ્સાને પણ થઈ શકે છે ફાયદો

સપ્ટેમ્બર 2019માં કોર્પોરેટ ટેક્સમાં કપાત થયા બાદ હવે 1 ફેબ્રુઆરીએ રજુ થનાર બજેટમાં નાણા મંત્રાલય નિર્મલા સીતારમણ પાસેથી જનતા આશા લગાવી બેઠી છે કે, તેમને ઈનકમ ટેક્સ સામે રાહત આપવામાં આવે. ઈનક્મ ટેક્સ સામે સામાન્ય લોકોને રાહત આપવાનો મતલબ છે કે, સરકારની આવકને મોટી અસર પડી શકે છે. ઈનકમ ટેક્સ સિવાય કેટલાક જાણકારોનું માનવું છે કે, સરકાર આગામી બજેટમાં DDT અને LTCGમાં પણ રાહત આપી શકે છે.

1. હાલના ટેક્સ સ્લેબ પ્રમાણે, વર્ષમાં 5 લાખની કમાણી પર 5 ટકા ટેક્સ આપવો પડે છે. 5 લાખ રૂપીયાથી વધારેની કમાણી પર 20 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. જેથી વિશેષજ્ઞોનું માનવું છે કે, સરકારે આ બજેટમાં લોકોને રાહત આપવી જોઈએ.

2. ઈનકમ ટેક્સ સિવાય ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ(DDT)માં રાહત મળવાની આશા લગાવવામાં આવી રહી છે. માહિતી પ્રમાણે, એનએ શાહ સિક્યોરિટીઝ LLPના અશોક શાહે લખ્યું છે કે, કોઈપણ કંપની તેના નફાના આધારે ટેક્સ જમા કરે છે. ત્યારબાદ જો તે કંપની તેના બાકી રહેલા નફાને શેરધારકોમાં વહેંચવાનું નક્કી કરે છે, તો તેણે તેના ડિવિડન્ડ વિતરણ તરીકે 20.56 ટકા ટેક્સ ચૂકવવો પડશે. તે સિવાય નોન-કોર્પોરેટ કરદાતાઓએ 10 લાખ રૂપિયાથી ઉપરના ડિવિડન્ડ પર 10% ટેક્સ ભરવો પડશે. સાથે જ સરચાર્જ અને સેસ પણ આપવો પડશે. આ સ્થિતિમાં ડિવિડન્ડ વિતરણને દૂર કરીને ટેક્સ પર ટેક્સ ભરવાનો ભાર સંપૂર્ણ પણે દૂર થઈ જશે. જો કે, શાહનું કહેવું છે કે, સરકારે શેરધારકો પર ડિવિડેન્ડ પર થતી કમાણી પર ટેક્સ લગાવવો જોઈએ.

3. લિસ્ટેડ સિક્યોરિટીઝ પર લાંબા ગાળાના મૂડી લાભ અને સિક્યોરિટીઝ ટ્રાંઝેક્શન ટેક્સનો બેવડો માર પડે છે. સિક્યુરિટીઝ ટ્રાન્જેક્શન ટેક્સને સરકારે વર્ષ 2004માં શરૂ કર્યું હતું. 2018ના યૂનિયન બજેટમાં LTCGને એક વખત ફરી અમલમાં લાવવામાં આવી હતી. આ કીતે બેવડા ટેક્સના મારને કારણે રોકાણકારોના સેન્ટીમેન્ટ પર અસર પડી રહી છે. જેથી હવે સરકારની પાસે રોકાણકારોને રાહત દેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પ્રથમ આ સિક્યોરિટિઝ ટ્રાંન્જેક્શન ટેક્સને પૂર્ણ રીતે ખતન કરી દેવામાં આવે. બીજો વિકલ્પ છે કે, લાંબા ગાળાના મૂડી લાભમાં રાહત આપવામાં આવે.

4. હવે આશા કરવામાં આવી રહી છે કે, રિયલ એસ્ટેટ સેક્ટરને સાથ આપવા માટે કેન્દ્ર સરકાર હોમ લોનમાં કેટલીક રાહત આપી શકે છે. જુલાઈ 2019માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે, 31 માર્ચ 2020 સુધીમાં લેવામાં આવેલ હોમ લોન પર વ્યાજ 1.5 લાખ રૂપીયા સુધીની છુટ આપવામાં આવશે. જો કે, હોમ લોન પર આ છુટ 45 લાખનું ઘર ખરીદવા પર જ મળશે. ઉલ્લેખનીય છે કે, હવે આશા કરવામાં આવી રહી છે કે, આ ટેક્સ છુટ પ્રથમ વખત ઘર ખરીદનાર લોકોને પણ આપવામાં આવી શકે છે, પછી ભલે તેઓ કેટલી પણ રકમનું ઘર ખરીદતા હોય. જો કેન્દ્ર સરકાર આ પ્રકારનું પગલું ભરે છે તો, મોટા પ્રમાણમાં લોકોને રાહત મળી શકે છે.

income-tax

5. પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDAએ NPS હેઠળ 1 લાખ રૂપીયા સુધીની ઈનક્મ ટેક્સ છુટની માગ કરી હતી. વર્તમાન સમયમાં એક નાણાકિય વર્ષમાં 50 હજાર રૂપીયા સુધીની રહી છે. જો તમારાએમ્પ્લોયર તમારા NPS ખાતામાં ફાળો આપે છે, તો પછી આવકવેરા કાયદા હેઠળ મૂળ પગારમાં વધારાની 10% છૂટ મળે છે. નિયમનકારે સરકાર પાસે એવી પણ માંગ કરી છે કે, તમામ કેટેગરીના સબ્સ્ક્રાઇબર્સ માટે યોગદાન પર 14 ટકા ટેક્સ છૂટ આપવામાં આવે. હાલમાં તે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ મળે છે.

READ ALSO

Related posts

નવસારીના દાંતી ખાતે આવેલા ONGC ના વાલ્વ સેન્ટરમાં લાગી આગ, ત્રણ શહેરની ફાયરની દાડીઓ ઘટના સ્થળે

Nilesh Jethva

અમદાવાદમાં હનીટ્રેપ મામલે ઝડપાયેલા આરોપીઓ અંગે થયો મોટો ખુલાસો

Nilesh Jethva

શ્રીનગરમાં હુમલાખોરોએ ગોળી મારી કરી વકીલની હત્યા, TV ડીબેટમાં રજૂ કરતા હતા કાશ્મીરનો પક્ષ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!