GSTV

રૂપાણી સરકારે ખેડૂતોને કર્યા ખુશખુશાલ : આ યોજના થકી ખેડૂતોની વર્ષો જૂની માંગણી થઈ પૂર્ણ

ખેડુતો

Last Updated on February 27, 2020 by Mayur

ગુજરાતના ખેડૂતોની ઘણી માગણીઓ હતી. જે આ બજેટમાં સંતોષવાની સરકારે કવાયત આદરી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્રારા આજે જાહેર કરવામાં આવેલા બજેટમાં સૌથી વધુ રૂપિયા ખેડૂતોને ફાળવવામાં આવ્યા છે. સરકારે ખેડૂતો માટે દિનકર યોજનાની જાહેરાત કરી છે. જેથી હવે દિવસે પણ ખેડૂતોને વીજળી મળતા રાતના કરવા પડતા ઉજાગરાનો અંત આવ્યો છે.

3500 કરોડનું આયોજન

નીતિન પટેલે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો પૂરો પાડે છે. હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પુરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો સરકારે નીર્ધાર કર્યો છે. જેના માટે દિનકર યોજના જાહેર કરું છે. આ યોજના આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદ્રઢ કરવા માટે તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે રુપિયા 3500 કરોડનું આયોજન છે. જે માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ છે.

ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ

 • એક લાખ કૃષિ વિષયક વીજ જાડાણો માટે રૂ.૧૪૮૯ કરોડની જાગવાઇ
 • ખેડૂતોને રાહત દરે વીજ પૂરવઠો પૂરો પાડવા રૂપિયા ૭૩૮૫ કરોડની જાગવાઇ
 • સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત સોલર રૂફટોપ માટે રૂ.૯૧૨ કરોડની જાગવાઇ
 • ગ્રામ પંચાયતોના વોટર વર્કસને વિનામૂલ્યે વીજળી આપવા રૂ.૭૬૫ કરોડની સબસીડીની જાગવાઇ
 • ૧૪૦ નવા સબસ્ટેશનો માટે રૂ.૪૨૧ કરોડની જાગવાઇ
 • પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ૧૨૫ કરોડની જાગવાઇ

ખેડૂતો માટે 3,795 કરોડનું પેકેજ જાહેર

નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન જણાવ્યુ કે, ખેડૂતો માટે સરકારે ૩ હજાર ૭૯૫ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. અમારી સરકાર હમેશા ખેડૂતોની પડખે ઉભી છે. તેમણે કહ્યુ કે, સરકારે અસગ્રસ્ત વિસ્તારમાં તીડનો નાશ કરવા અસરકારક પહલાં ભર્યા છે. ખેડૂતોને વ્યાજ રહિત પાક ધિરાણ માટે 1 હજાર કરોડની જોગવાઈ. ભારત સરકાર દ્વારા પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની ભલામણ કરવામાં આવી છે. ખેડૂત પાક વીમો લેવા ઈચ્છે તો પાક વીમો લઈ શકશે. પાક વીમાનું પ્રમિયમ ભરવા 1 હજાર 190 કરોજની જોગવાઈ કરવામાં આવી. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ વિવિધ પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ

 • ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ માટે ૧ હજાર કરોડની જાગવાઈ
 • ખેડૂતોને ગોડાઉન બનાવવા અપાશે સહાય
 • ગોડાઉન બનાવવા માટે ૩૦૦ કરોડની જાગવાઈ
 • વિવિધ ઓજાર ખરીદવા ૨૩૫ કરોડની જાગવાઈ
 • ખેડૂતોને ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૯૦૦ રૂપિયા સહાય
 • પશુ દવાખાનાની સેવાઓ માટે ૩૫ કરોડની જાગવાઈ
 • પશુ સુધારણાની કચેરીના બાંધકામ તેમજ મરામત માટે ૪૩ કરોડની જાગવાઈ
 • નિઃશુલ્ક પશુ સારવાર માટે ૨૭ કરોડની જાગવાઈ
 • કરૂણા એમ્બ્યુલન્સ સેવાને વધારે સારી બનાવવા ૧૩ કરોડની જાગવાઈ
 • ખાતેદાર ખેડૂત અકસ્માત વીમ યોજના માટે ૭૨ કરોડની જાગવાઈ
 • ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિ. હાલોલમાં સ્થાપવા ૧૨ કરોડની જાગવાઈ
 • એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમ માટે ૩૪ કરોડની જાગવાઈ
 • ખેત ઉત્પાદન રલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહાંચાડવા ૧૦ કરોડની સહાય

READ ALSO

Related posts

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

Zainul Ansari

ગ્રામ પંચાયતની ચૂંટણી/ સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!