GSTV

શિક્ષણનો વિકાસ કરવાની રૂપાણી સરકારની ‘કેજરીવાલ ટેક્નિક’ : હવે બનશે શિક્ષણ સર્વોત્તમ

Last Updated on February 27, 2020 by Mayur

નાણાપ્રધાન નીતિન પટેલે બજેટમાં શિત્રણ વિભાગ માટે 31,955 કરોડ ફાળવ્યા છે. 500 શાળાઓને સ્કુલ ઑફ એકસલન્સ તરીકે વિકસાવવામાં આવશે. શાળાઓમાં તમામ અદ્યતન માળાખાકીય સુવિધાઓ માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઇ કરી છે. રૂ.650 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવા ૭,૦૦૦ વર્ગખંડોનું બાંધકામ કરાશે.

ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ

ધોરણ ૧ થી ૮ના આશરે ૪૩ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂ.૯૮૦ કરોડની જોગવાઈ કરી છે. શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને યોજનાઓના ઑનલાઇન રિયલ ટાઇમ મોનિટરીંગ રૂ.૧૮૮ કરોડની જોગવાઈ કરી છે. ઘરથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં દોઢ લાખથી વધુ બાળકોના પરિવહન માટે રૂ.૬૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ટેબલેટ માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ

તો રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે ૪ લાખ ૨૨ હજાર વિદ્યાર્થીઓની ફી, યુનિફોર્મ, સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા કુલ રૂ.૫૫૦ કરોડની જોગવાઇ કરી છે. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા રૂ.૨૦૦ કરોડની જોગવાઇ કરી છે.

READ ALSO

Related posts

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

Zainul Ansari

ગ્રામ પંચાયતની ચૂંટણી/ સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!