GSTV
Home » News » પેટ્રોલ-ડીઝલના વધશે ભાવ, નવા બજેટમાં ઝીંકાયો આટલા ટકા ટેક્સ

પેટ્રોલ-ડીઝલના વધશે ભાવ, નવા બજેટમાં ઝીંકાયો આટલા ટકા ટેક્સ

દેશની પહેલી પૂર્ણકાલિન મહિલા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મણા સીતારમ મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં ભાષણ આપતી વખતે તમણે જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં લિટરદીઠ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ ડિઝલની કિંમત વધવા લાગી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમને ઓઈલ પર એક ટકો વધુ લગાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે તેના કારણે સામાન્ય જનતાને સીધી અસર થશે. ટેક્સ વધવાના કારણે હવે પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઈ ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC) રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતોની સમીક્ષા કરે છે.

=

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કિંમતોને નક્કી કરવા માટે 15 દિવસની સરેરાશ કિંમતોને આધર બનાવવામાં આવે છે. તે ઉપરાંત રૂપિયા અને ડોલરના વિનિમય રેટથી પણ ઓઈલની કિંમત પ્રભાવિત થાય છે.

પેટ્રોલના ભાવ વધવામાં કઈ વસ્તુની કેટલી ભાગીદારી ?  

તમને જણાવી દઈએ કે જે કિંમત પર આપણે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદીએ છીએ તેનું લગભગ 48 ટકા બેસ પ્રાઈસ એટલે કે આધાર મુલ્ય હોય છે.

ત્યાર બાદ બેસ મૂલ્ય પર લગભગ 35 ટકા એક્સાઈઝ ડ્યુટી, 15 ટકા સેલ્સ ટેક્સ અને બે ટકા કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવે છે.

શું છે ઓઈલની બેસ પ્રાઈઝ?

ઓઈલના બેસ પ્રાઈઝમાં કાચા ઓઈલની કિંમત, પ્રોસેસિંગ ચાર્જ અને કાચા ઓઈલને રીફાઈન કરનાર રિફાઈનરિઓનો ચાર્જ પણ સામેલ છે.

કઈ રીતે નક્કી થાય છે પેટ્રોલના ભાવ?

અત્યાર સુધી ઓઈલને GSTમાં શામેલ નથી કરવામાં આવ્યું. આ કારણે તેના પર એક્સાઈઝ ડ્યુટી પણ લાગતી હતી અને વેટ પણ. કેન્દ્ર સરકાર પેટ્રોલના વેચાણ પર એક્સાઈઝ ડ્યુટી વસુલે છે અને રાજ્ય સરકાર વેટ વસુલે છે.

Read Also

Related posts

અરૂણ જેટલીની ઈચ્છા CA બનવાની હતી પણ પિતાને જોઈ વકિલ બન્યા

Mayur

આજે અરૂણ જેટલી મોદી સાથે હોત તો ન ફૂકાયો હોત મંદીનો વાયરો, સરકારના હતા સંકટમોચક

Riyaz Parmar

અમિત શાહ સહિતના નેતાઓએ અરૂણ જેટલીને આપી શ્રદ્ધાંજલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!