GSTV
Home » News » શિક્ષણ ક્ષેત્ર માટે સરકારે કરી આ મોટી ઘોષણા, ‘નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન’ની આપશે ભેટ

શિક્ષણ ક્ષેત્ર માટે સરકારે કરી આ મોટી ઘોષણા, ‘નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન’ની આપશે ભેટ

સરકારની તરફથી એલાન કરવામાં આવ્યું છે કે તે નવી શિક્ષા નીતિ લાવશે. શિક્ષા નીતિ પર સંશોધન કેન્દ્ર પણ બનાવવામાં આવશે. રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર (National Research Foundation) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આદર્શ કિરાયા કાનુન પણ બનાવવામાં આવશે. સરકાર ઉચ્ચ શિક્ષા માટે 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. દુનિયાની ટોપ 200 કોલેજોમાં ભારતની ફક્ત 3 કોલેજ છે. આવામાં સરકાર આ સંખ્યાને વધારવા પર ભાર આપશે. પાંચ વર્ષ પહેલા આ લિસ્ટમાં એક પણ ભારતીય કોલેજનું નામ ન હતું.

દરેકને પોતાનું મકાન

rbi housing loan

નાણામંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 26 લાખ ઘરોનું નિર્માણ થઈ ચૂક્યું છે. 24 લાખ લોકોને ઘર આપવામાં આવ્યા છે. અમારું લક્ષ્ય 2022 સુધીમાં તમામ વ્યક્તિને ઘર આપવાનું છે. 95 ટકાથી વધારે શહેરોમાં ODF જાહેર કરવામાં આવ્યું છે. આજે એક કરોડ લોકોના મોબાઈલમાં સ્વચ્છ ભારત એપ્લિકેશન છે. દેશમાં 1.95 કરોડ મકાન દેવાનું લક્ષ્ય છે.

9.6 કરોડ શૌચાલયનું નિર્માણ

સફાઈ ઉપર ભાર દેતા નાણામંત્રીએ જણાવ્યું કે, 2014 બાદ 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કરાવવામાં આવ્યું. 5.6 લાખ ગામડા આજે દેશમાં શૌચાલય મુક્ત થઈ ગયા. સ્વચ્છ ભારત માટે સરકાર પ્રતિબદ્ધ છે. અત્યાર સુધીમાં 2 કરોડ લોકો ડિઝીટલ રૂપથી સાક્ષર બનાવવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેર વચ્ચેના અંતરને ઘટાડવા માટે સરકાર ડિઝીટલ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે.

જળ ક્ષેત્રે ક્રાંતિ

નાણામંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે અમારી સરકારે પાણી માટે જળશક્તિ મંત્રાલયનું ગઠન કર્યું છે. 1500 બ્લોકની અત્યાર સુધી ઓળખ કરી લેવામાં આવી છે. જેના પરિણામે ઘર સુધી પાણી પહોંચી જશે. સરકારનું લક્ષ્ય 2024 સુધીમાં ઘરે ઘરે પાણી પહોંચાડવાનું છે.

Read Also

Related posts

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur

મુર્ખ પાકિસ્તાન : કોઈ પણ પેસેન્જર વિના ગગનમાં પ્રદક્ષિણા કરતાં પાક વિમાનો

Mayur

દેશનો દરેક વ્યક્તિ દિવસેને દિવસે બની રહ્યો છે જીવલેણ બીમારીનો ભોગ, ઘણાં કારણો જવાબદાર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!